Sea Level Rise May Up Risk Of Devastating Tsunamis Worldwide Citys
  • Home
  • World
  • દુનિયાના અનેક શહેરો પર તોળાતો ભય, પાણીમાં થઈ શકે છે ગરકાવ

દુનિયાના અનેક શહેરો પર તોળાતો ભય, પાણીમાં થઈ શકે છે ગરકાવ

 | 7:41 pm IST

તાજેતરના વર્ષોમાં દુનિયાના કેટલાક સુનામીની થપાટ સહન કરી ચુક્યાં છે. તે પછી 2004ના સુમાત્રા-અંદમાનની ઘટના હોય કે 2011માં ઉત્તર જાપાનમાં આવેલી સુનામી, આ કુદરતી હોનારતના કારણે જાનમાલના થયેલા મોટા પ્રમાણમાં નુંકશાને કોઈ ભૂલાવી શકે તેમ નથી. હવે સંશોધકોએ પણ આ મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા પ્રમાને સમુદ્રના જળસ્તરમાં થનારો સામાન્ય વધારો પણ સૂનામીથી થનારા વિનાશને ભયાનક બનાવી શકે છે. જળસ્તર વધવાનું મુખ્યકારણ છે ગ્લોબલ વોર્મિંગ.

સંશોધનર્તાઓના જણાવ્યા પ્રમાણે, સમુદ્રી શહેરોમાં સમુદ્રનું જળસ્તર વધવાના ખતરાથી દરેક વ્યક્તિ વાકેફ છે, પરંતુ એક નવા અધ્યયયનમાં જાણવા મળ્યું છે કે, ભૂકંપ બાદ આવેલી સુનામીથી સમુદ્રી શહેરો ઉપરાંત દૂર-દૂર વસેલા શહેરો અને વસ્તીઓને પણ ખતરો ઉભો થઈ શકે છે. વર્ષ 2011 બાદ તોહોકુ-ઓકીમાં આવેલા ભૂકંપ બાદ આવેલી સુનામીથી ઉત્તર જાપાનનો એક મોટો ભાગ નષ્ટ થઈ ગયો હતો અને તેનાથી એક પરમાણું યૂનિટને પણ ભારે નુંકશાન થયું હતું. જેના કારણે રેડિયોએક્ટિવ કિરણ સર્જાયા હતાં.

બીજી બાજુ અમેરિકાના વર્જિનિયા ટેકના એક સહાયક પ્રોફેસર રૉબર્ટ વેસના જણાવ્યા પ્રમાણે, અમારૂ અધ્યયન કહે છે સમુદ્રનું જળસ્તર વધવાથી સૂનામીનો ખતરો પણ ઘણો વધી ગયો છે, જેનો અર્થ એ છે કે, ભવિષ્યમાં નાની સૂનામીની અસર પણ ભયાનક રૂપ ધારણ કરી શકે છે. આ અધ્યયન સાયંડ એડવાંસેસ જર્નલમાં પ્રકાશિત થયું છે.

આ અધ્યયન માટે સંશોધકોએ કમ્યૂટરથી ચીનના મકાઉમાં હાલના જલસ્તર પર કૃત્રિમ સુનામી રચી અને તેનાથી જળસ્તરમાં 1.5થી 3 ફૂટનો વધારો નોંધાયો. દક્ષિણી ચીનમાં આવેલુ મકાઉ અત્યાધિક જનધનત્વ ધરાવતું સપાટી ક્ષેત્ર છે જે સામાન્ય રીતે સુનામીના ખતરાથી સુરક્ષિત છે. વર્તમાન સમુદ્રના જળસ્તરમાં 8.8 તીવ્રતાના ભૂકંપથી મકાઉ ડૂબી શકે છે, પરંતુ કૃત્રિમ જળસ્તરમાં વૃદ્ધિના કારણે આવેલા પરિણામોએ ટીમને આશ્ચર્યમાં મુકી દીધી છે.

જળસ્તરમાં 1.5 ટકાના વધારાથી સુનામીનો ખતરો 1.2 થી 2.4 ઘણો વધી ગયો છે જ્યારે ત્રણ ફૂટ વૃદ્ધિથી 1.5 થી 4.7 ઘણું. અર્થ ઓબ્ઝર્વેટરી ઓફ સિંગાપુરના સિનિયર સંશોધક લિન લિન લીએ કહ્યું હતું કે, અમને ધ્યાનમાં આવ્યું છે કે, મધ્યમ તીવ્રતા ધરાવતા ભૂકંપથી સૂનામીની શક્તતા વધી જાય છે, જે વર્તમાન જલસ્તરને ધ્યાનમાં રાખીએ તો ખતરનાક નથી, પણ વધારે જળસ્તરની સ્થિતિમાં તે ભયાનક રૂપ ધારણ કરી શકે છે.

માનવામાં આવે છે કે, મકાઉમાં 2060માં જળસ્તર 1.5 ફૂટ અને 2100માં 3 ફૂટ સુધી વધશે. સાઉથ ચાઈના સીમાં સૂનામીનો ખતરો મુખ્યરૂપે મનીલા ટ્રેંચથી છે. મનીલા ટ્રેંચમાં 1560ના દાયકાથી લઈને અત્યાર સુધીમાં 7.8 કરતા વધારેની તીવ્રતાનો ભૂકંપ નથી આવ્યો. જ્યારે સંશોધકો ચેતવણી આપતા એમ પણ કહે છે કે, આ વિસ્તારમાં એવા અનેક લક્ષણો જોવા મળે છે જેના કારણે 2004માં સુમાત્રા-અંદમાન અને 2011માં ઉત્તર જાપાનમાં આવેલા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં અનેક લોકોના જીવ ગયા હતાં અને માલસામાનને ભારે નુંકશાન પહોંચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન