શોધ સંશોધન : ઇન્સ્યુલિનના શોધક - Sandesh
  • Home
  • Featured
  • શોધ સંશોધન : ઇન્સ્યુલિનના શોધક

શોધ સંશોધન : ઇન્સ્યુલિનના શોધક

 | 3:17 pm IST

આજથી ૨૦થી ૩૦ વર્ષ પહેલાં ડાયાબિટીસ કઈ બલાનું નામ છે તે પણ બહુ ઓછા લોકો જાણતા હતા. આજે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ દર બે-ત્રણ ઘરમાં એક વ્યક્તિને હોય તેટલી સામાન્ય બીમારી થઈ  ગઈ છે.  બાળમિત્રો, તમે જાણો છો કે મધુપ્રમેહની સારવારમાં જે ઇન્સ્યુલિન નામની દવાનો ઉપયોગ થાય છે તેની શોધ કોણે કરી છે?

અત્યારે આ પૃથ્વી પર કરોડો માનવીઓ મધુપ્રમેહના શિકાર થયેલા છે અને એમને જીવન રસાયણ આપનાર, દવાનું નામ ઇન્સ્યુલિન છે. જે લોકો મધુપ્રમેહથી પીડાતા હોય તેમણે સમજી લેવું કે તેમનું શરીર પોતાનામાં રહેલ સુગરને અંકુશિત કરવા અસમર્થ છે. આમ થવાનું મુખ્ય કારણ હોર્મોનની ઓછપ છે, જે હોર્મોનને ‘પેનક્રિયાસ’ કહેવામાં આવે છે.

ઇન્સ્યુલિનની જ્યાં સુધી શોધ  થઈ નહોતી ત્યાં સુધી તો દર્દી બિચારો આ બીમારીથી પીડાઈને જ મૃત્યુ પામતો હતો. થેંક્સ ટુ ડોક્ટર ક્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટનો કે જેમણે ઇન્સ્યુલિની શોધ કરી. ઇન્સ્યુલિનની શોધ ઈ.સ. ૧૯૨૧માં ડોક્ટર ક્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ દ્વારા કરવામાં આવી હતી અને જેનું નામ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું.

આ ઔષધીનો સર્વપ્રથમ પ્રયોગ જે રોગી પર થયો એ ડાયાબિટીસનો દર્દી કેનેડાના ટોરોન્ટો નગરનો વતની હતો અને તેની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન