શોધ સંશોધન : દીવાસળીના શોધક - Sandesh
  • Home
  • Featured
  • શોધ સંશોધન : દીવાસળીના શોધક

શોધ સંશોધન : દીવાસળીના શોધક

 | 1:02 pm IST

ઇંગ્લેન્ડમાં આવેલ સ્ટોક્ટોન-ઓન-ટીસમાં જોન વોકર નામના એક કેમિસ્ટ હતા. આજે આપણે જે મેચ એટલે દીવાસળી વાપરીએ છીએ તેની શોધ તેમણે કરી હતી. બાળમિત્રો, વાસ્તવમાં આ શોધ અકસ્માતથી જ સર્જાઈ હતી. દીવાસળીની શોધ ૧૮૨૬માં જોન વોકરે કરી હતી. તેમણે પોટેશિયમ કાર્બોનેટ અને એન્ટિમોનીને પથ્થર પર ઘસ્યું, જ્યારે ઘસ્યું ત્યારે તેમને ખબર નહોતી કે આમ કરવાથી આગ ઉત્પન્ન થશે. તે સમયે વોકરે કાર્ડબોર્ડની સળી બનાવીને માચીસ બનાવવાનું વિચાર્યું હતું, પણ તેમ કરવામાં કાર્ડબોર્ડની સળી વચ્ચેથી તૂટી જતી અને બેવળી વળી જતી હતી. ફરી જોન વોકરે વિચાર્યું અને સળીને લાકડાંમાંથી બનાવવાનંુ નક્કી કર્યું. તેના થોડા સમયમાં જ બજારમાં નાની પેટીમાં ૧૦૦ના જથ્થામાં પેક મેચબોક્સ મળવા લાગ્યાં.

એ પછી ૧૮૩૩માં સ્વિડનમાં, જોન લ્યુન્ડન્ટ્રોમ દ્વારા પ્રથમ વખત સેફ્ટી મેચબોક્સનો આવિષ્કાર કર્યો. આ પ્રકારની દીવાસળીમાં ત્યારે જ અગ્નિ પ્રગટે, જ્યારે એને સ્પેશિયલ સપાટી પર ઘસવામાં આવે. જેમાં તેમણે રસાયણનો અમુક ભાગ દીવાસળીના આગળના ભાગ પર રાખ્યો અને રસાયણવાળો થોડો ભાગ દીવાસળીની પેટીની બાજુઓ પર લગાવડાવ્યો.

આપણે આજે જે ઉપયોગમાં લઈએ છીએ તે પ્રકારનાં મેચબોક્સનું ઉત્પાદન સ્વિડનને ફાળે જાય છે.