300 કરોડથી વધુની કિંમતનો હીરો ખરીદવા સુરતીઓ પહોંચ્યા આફ્રિકા.. - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 300 કરોડથી વધુની કિંમતનો હીરો ખરીદવા સુરતીઓ પહોંચ્યા આફ્રિકા..

300 કરોડથી વધુની કિંમતનો હીરો ખરીદવા સુરતીઓ પહોંચ્યા આફ્રિકા..

 | 10:02 am IST

આફ્રિકાના સિઓરા લિઓન ખાતેથી એક પાદરીને 706 કેરેટ વજનનો દુર્લભ હીરો મળી આવ્યો છે અને તેમણે આ હીરો ત્યાંની સરકારની સોંપી દીધો છે. આ આખી ઘટના વિશ્વભરમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે, ત્યાં હવે સુરત અને મુંબઇના કેટલાક હીરાવેપારીઓ આ ડાયમંડ ખરીદવા માટે સિઓરા લિઓન પહોંચી ગયા છે.

07 SRT Hira

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ, પશ્ચિમ આફ્રિકાના સિઓરા લિઓન ખાતે પાદરી ઇમોન્યુઅલ ઇમોહાને 706 કેરેટ વજનનો અતિદુર્લભ હીરો મળી આવ્યો છે. અત્યાર સુધી મળી આવેલા સૌથી મોટા ડાયમંડ્સ પૈકીના 20 ડાયમંડસમાં તેનો સમાવેશ થાય છે. ઉપરાંત આ હીરાની કિંમત 300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં તો પાદરીએ આ હીરા ત્યાંના રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમાને સોંપી દીધો છે. તનકોરો- કોનો ડિસ્ટ્રીકટના માઇન્સ મીનીસ્ટર અલહાજી મિનકાયાએ આ હીરાના વેચાણ દ્વારા મળનારી રકમનો ખાણ વિકાસ તથા તેની સાથે સંકળાયેલા લોકો માટે ઉપયોગ કરવાના સંકેત આપ્યા છે.

diamond

વિશ્વના દુર્લભ હીરા પૈકીના એક હીરાની ખરીદી માટે વિશ્વભરમાંથી ઇન્ક્વાયરી શરૃ થઇ ગઇ છે. ખાસ કરીને વિશ્વનું ડાયમંડ હબ ગણાતા ભારતીય હીરાઉદ્યોગકારોએ પણ ખરીદીમાં રસ દાખવવા માંડ્યો છે. જાણકારો પ્રમાણે, સુરત અને મુંબઇના કેટલાક હીરાઉદ્યોગકારો આ હીરાની ખરીદી માટે સિઓરો લિઓન પહોંચી ગયા છે. જ્યાં તેમણે તંત્ર સાથે વાટાઘાટ કરી હીરાની ચકાસણીથી લઇ ડાયમંડની ખરીદી માટેની પ્રક્રિયા પણ શરૃ કરી દીધી છે. જો કે, હજુ સુધી હીરાની કિંમત કે તેના વેચાણ અંગે કોઇ ફોડ પડાઇ રહ્યો નથી.

હીરો એટલો મોટો છે કે, માઇક્રોસ્કોપમાં પણ સેટ થતો નથી
જાણકારો પ્રમાણે, 706 કેરેટના હીરાની સાઇઝ એટલી મોટી છે કે, તેની ચકાસણીમાં મુશ્કેલી નડી રહી છે. ડાયમંડની ચકાસણી માટેના માઇક્રોસ્કોપના સ્ટોન ટેબલ પર પણ હીરો સેટ થતો નથી. હાલમાં અનુભવના આધારે તેનું નિરીક્ષણ થઇ રહ્યું છે. જો કે, વિશ્વના અન્ય દેશમાં રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેનું એનાલિસિસ કરાશે.