ઋતુ પ્રમાણે સમય બદલવાનો કીમિયો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

ઋતુ પ્રમાણે સમય બદલવાનો કીમિયો

 | 12:47 am IST

દિવસ લાંબા ટૂંકા થાય છે

આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ઉત્તર દક્ષિણ ધરી ૨૩.૪ અંશ જમણી બાજુ નમેલી છે. આમ નમેલી રહીને પૃથ્વી સૂર્ય ફરતે ગોળ આંટા લગાવે છે. તેથી થોડાક મહિના ઉત્તર ધ્રુવનો ભાગ સૂર્યની સામે આવી જાય છે અને થોડાક મહિના દક્ષિણ ધ્રુવ સૂર્યની સામે રહે છે. જે ધ્રુવ સૂર્યની સામે રહે ત્યાં દિવસ લાંબો હોય છે. એ સમયે બીજા ધ્રુવ પર દિવસ સાવ ટૂંકો રહે છે. આપણે ઉત્તર ધ્રુવ તરફના ભાગમાં રહીએ છીએ એટલે ઉત્તરાયણ પછી ઊનાળાના દિવસ લાંબા થાય છે. અને દક્ષિણાયન પછી શિયાળામાં દિવસો ટૂંકા થાય છે. ધ્રુવપ્રદેશની નજીક રહેતા હોઈએ તો છ મહિના દિવસ અને છ મહિના રાત જ રહે. શિયાળામાં સવાર દોઢેક કલાક મોડી પડે અને સાંજ વહેલી થઈ જાય. ઊનાળામાં દોઢેક કલાક વહેલી સવાર પડી જાય અને સાંજ મોડી પડે.

આપણું કામ પ્રકાશ માગી લે છે

આપણે સવારે ઊઠીએ એટલે દરેક કામ કરવા પ્રકાશ જોઈએ. સૂર્ય ન ઊગ્યો હોય તો તરત લાઈટ કરી લઈએ. શિયાળામાં ઓફિસનો સમય એનો એ રહે તો માણસોએ અંધારામાં ઊઠીને લાઈટો પેટાવીને કામ કરવું પડે. આખા દેશના લોકો સવારે એક કલાક લાઈટ બાળે તો રોજ કેટલી વીજળી વપરાય? આપણે કદી એવો હિસાબ કરતા નથી કે દેશની કેટલી વીજળી વપરાઈ! યુરોપ-અમેરિકાની સરકારો એને પણ સરકારી ખર્ચ ગણીને હિસાબ રાખે છે. દેશમાં કેટલી વીજળી વપરાય છે અને શા કારણે વપરાય છે એનો ચોકસાઈથી હિસાબ રાખવામાં આવે છે.

વીજળીની બચત કરવાનો કિમીયો

સરકારોએ હિસાબ રાખ્યો તો ખબર પડી કે શિયાળામાં સવાર મોડી પડે તેથી અંધારૃં હોય છે. લોકોએ સવારે ઊઠીને ફરજિયાત લાઈટ ચાલુ કરવી પડે છે. એ રીત વીજળીનો વપરાશ વધી જાય છે. સરકારના જાગૃત વહીવટદાર બેન્જામિન ફ્રેન્કલીનને સૌથી પહેલાં વિચાર આવ્યો કે જો શિયાળામાં બધી જ ખાનગી અને સરકારી કચેરીઓ તથા સ્કૂલ કોલેજો સવારે એક કલાક મોડી શરૂ થાય તો લોકોએ એક કેલાક મોડા ઊઠવાનું થાય. એક કલાક મોડા ઊઠે તો સવાર પડી ગઈ હોવાથી કુદરતી પ્રકાશ થઈ ગયો હોય તો બધાએ લાઈટ ન કરવી પડે. એ રીતે દેશની ખાસ્સી વીજળી બચી જાય. આ વિચાર બેન્જામિન ફ્રેન્કલીને ૧૯૦૮માં મૂક્યો હતો. જોકે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં તેને ફગાવી દેવામાં આવ્યો હતો.

જર્મનીએ શરૂઆત કરી

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીમાં યુદ્ધનો શસ્ત્રસરંજામ બનાવવા કારખાના ચલાવવાના થતા હતા અને ભરપુર વીજળી વપરાતી હતી. વીજળી કોલસામાંથી બનતી હતી. વીજળી અને કોલસાની બચત કરવા માઠે જર્મનીના શાસકોએ બેન્જામિન ફ્રેન્કલીનનો આઈડિયા અમલમાં મૂકી દીધો. એમણે શાળા-કલેજો અને કચેરીઓનો સમય બદલવાના બદલે શિયાળામાં આખા દેશની ઘડિયાળો એક સાથે એક કલાક પાછળ કરી દીધી. એટલે સમય સવારના સાત વાગ્યાનો જ રહે, પરંતુ આખા દેશની ઘડિયાળોમાં સવારના સાત એક કલાક મોડા વાગે. પછી શિયાળો પુરો થતાં એક દિવસે ફરી આખા દેશની ઘડિયાળો એક કલાક આગળ કીર દેવામાં આવી.

યુરોપ-મેરિકાએ પણ અપનાવ્યો

ધીમે ધીમે આ આઈડિયા યુરોપના બીજા દેશોએ પણ અપનાવી લીધો અને ઉત્તર અમેરિકાએ પણ અપનાવી લીધો. હવે આ બધા દેશોમાં નવેમ્બર મહિનાના પહેલા રવીવારે ભડિયાળો પાછળ કરી દેવામાં આવે છે. ત્યારપછી માર્ચના બીજા રવીવારે ઘડિયાળો એક કલાક આગળ કરી દેવામાં આવે છે. આ કીમિયાની શરૂઆત તો વીજળી બચાવવા જ થઈ હતી. પરંતુ લેટેસ્ટ સંશોધનોમાં જાણવા મળ્યુ કે આ વ્યવસ્થાના કારણે લોકો ખુશમિજાજ રહે છે અને વધારે સારૃં કામ કરે છે. યાદ કરો, શિયાળામાં શનીવારે સ્કૂલે જવા માટે વહેલા ઊઠવામાં કેવો ત્રાસ થાય છે! પછી આખો દિવસ મૂડ ખરાબ રહે છે. જો ઘડિયાળ એક કલાક પાછળ કરી દીધું હોય તો સવારે ઊઠવાનો સમય એક કલાક મોડો થઈ જાય, પછી કંટાળો ન આવે, આખો દિવસ ખુશમિજાજ રહી શકાય!

ભારતમાં DST ?

આપણે ત્યાં બે રેખાંશ સમાયેલા છે. તેના કારણે આપણે ત્યાં ગુજરાતમાં સૂર્ય સાંજે ૬ વાગ્યે આથમે છે જ્યારે કોહિમાં(નાગાલેન્ડ)માં સૂર્ય ૪ વાગ્યે આથમી જાય છે. પરિણામે ત્યાંના લોકો અંધારામાં ઊઠીનેે ઓફિસ, શાળા, કોલેજના ટાઇમને સાચવે છે. એમાં તેમણે વીજળીનો ઉપયોગ કરવો પડે છે. આથી દેશના પિૃમ ભાગના લોકો પોતાને માટે અલગ ટાઇમ ઝોનની માગણી કરી રહ્યા છે પણ ભારત સરકાર અલગ ટાઈમ ઝોન અપનાવવા કે ડેલાઈટ સેવિંગ ટાઈમ અપનાવવા વિચારતી નથી.