શિવસેનાને NDAમાંથી તગેડી મુકાયુ? રાજ્યસભામાં સંજય રાઉત રાતોરાત બન્યા ‘વિપક્ષી’

મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેનાની વચ્ચે ખેંચતાણની અસર કેન્દ્રની રાજનીતિથી લઇને સંસદ સુધી જોવા મળી રહી છે. શિવસેનાનાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતની સીટ સદનમાં બદલી દેવામાં આવી છે. આના રાઉતે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આરોપ લગાવ્યો છે કે શિવસેના નુકસાન પહોંચાડવા માટે આ કરવામાં આવ્યું છે. શિવસેના સાંસદે રાજ્યસભા સાંસદનાં સભાપતિને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું, ‘જાણીને ચોંકી ગયો છું કે રાજ્યસભામાં મારી સીટ બદલીને ત્રીજીથી પાંચમી લાઇનમાં કરી દેવામાં આવી છે.’
શિવસેનાનાં એનડીએથી અલગ થવાની સત્તાવાર જાહેરાત નથી થઈ
તેમણે લખ્યું છે કે, ‘કોઈએ આ નિર્ણય જાણી જોઇને શિવસેનાની સંવેદનાઓને હાનિ પહોંચાડવા માટે અને અમારા અવાજને દબાવવા માટે કર્યો છે. હજુ શિવસેનાનાં એનડીએથી અલગ થવાની સત્તાવાર જાહેરાત નથી થઈ. આવામાં આ નિર્ણય સમજથી બહાર છે.’ તેમણે આ નિર્ણય રાજ્યસભાની ગરિમા પર પ્રહાર ગણાવ્યો. રાઉતે લખ્યું કે, ‘મને આ અનપેક્ષિત પગલાનું કારણ એ માટે પણ સમજમાં નથી આવ્યું, કારણ કે શિવસેનાને એનડીએથી હટાવવાની હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ.’ તેમણે સભાપતિ પાસે ફરીથી પહેલી, બીજી અથવા ત્રીજી પંક્તિમાં બેસવાની અનુમતિ આપવાની માંગ કરી.
શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ પર જીદે ચડતા બીજેપી સાથે સંબંધ કાપ્યો
તેમણે કહ્યું કે, ‘આ લાઇનમાંથી કોઈ એકમાં બેસવાની વ્યવસ્થા કરીને સદનની ગરિમાની મર્યાદા જાળવી રાખવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં સભ્યોનાં સિટિંગ અરેન્જમેન્ટ સભાપતિની મરજી પ્રમાણે હોય છે. આ સંબંધિત નિયમો રાજ્યસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે સાથે લડ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ પર જીદે ચડતા બીજેપી સાથે સંબંધ કાપી નાંખ્યો અને એનસીપી-કૉંગ્રેસ સાથે સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવા લાગ્યા.
સોનિયા ગાંધીનાં જવાબથી શિવસેનાને ઝાટકો
જો કે શિવસેનાને હજુ સુધી આમાં સફળતા મળી નથી અને એનસીપીથી તો ક્યારેક શિવસેના તરફથી ચોંકાવનારા નિવેદનો આવે છે. આજે પણ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીની સરકાર બનાવવાનાં પ્રશ્ન પર ‘નો કોમેન્ટ્સ’ જવાબ આપીને સસ્પેન્સ વધારી દીધું છે.
આ વિડીયો પણ જુઓ: નિત્યાનંદની અન્ય એક સાધ્વીના સનસનીખેજ આરોપ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન