NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ શહેરની 16 બેઠકો માટે સહપ્રભારીએ યોજી બેઠક

અમદાવાદ શહેરની 16 બેઠકો માટે સહપ્રભારીએ યોજી બેઠક

 | 11:13 pm IST

ચૂંટણીમાં બૂથ લેવલ સુધી કોંગી કાર્યકરોને સક્રિય કરવા આદેશ કરાયો, હોદ્દેદારોના અભિપ્રાય જાણી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપાશે

અમદાવાદ શહેરની 16 બેઠકો પર ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા અને બૂથ લેવલ સુધી કાર્યકરોને સક્રિય કરવા સહપ્રભારી વર્ષા ગાયકવાડે શુક્રવારે ભદ્ર સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયે બેઠક યોજી હતી, આ બેઠકમાં ટિકિટ માટે તલપાપડ દાવેદારો ઊમટી પડયા હતા, સહપ્રભારીએ પક્ષને મજબૂત કરવા બૂથ લેવલ સુધી જવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે, ભાજપ પાસે ચૂંટણીમાં કોઈ મુદ્દા રહ્યા નથી એટલે કોંગ્રેસમાં આંતરિક મતભેદો છે તેવી અફવા ફેલાવે છે. સહપ્રભારીએ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળતાઓ લઈને લોકો વચ્ચે આપણે જવાનું છે. પક્ષને મજબૂત કરવા વિવિધ સેલને પણ સક્રિય થવું પડશે. કયા વિસ્તારની બેઠકમાં શું પરિસ્થિતિ છે, જીતવા માટે શું કરી શકાય તે બાબતે પણ સહપ્રભારીએ અભિપ્રાય મેળવ્યા હતા. તેમણે ઉત્તર ગુજરાતનો પણ પ્રવાસ ખેડયો હતો અને આગેવાનોને મળી માહિતી એકત્ર કરી છે, હવે તેનો રિપોર્ટ રાહુલ ગાંધીને સુપરત કરવામાં આવશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ આજે ગુજરાતમાં
પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ 20મી મેના શનિવારે ગુજરાત મુલાકાતે આવશે. જયરામ રમેશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે. કોંગી સૂત્રો કહે છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની નિષ્ફળતાના મુદ્દા રજૂ કરશે.