શેર બજારમાં નાણાકીય `સંતાકૂકડી' રમતી કંપનીઓ સકંજામાં - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શેર બજારમાં નાણાકીય `સંતાકૂકડી’ રમતી કંપનીઓ સકંજામાં

શેર બજારમાં નાણાકીય `સંતાકૂકડી’ રમતી કંપનીઓ સકંજામાં

 | 4:43 pm IST

શેલ કંપનીઓ પર કડકાઈ બાદ સેબી બેનામી ટ્રેડિંગ પર નિયંત્રણ લાવવા માટે પગલા ભરવા જઈ રહી છે. શેર પ્રાઈઝમાં વધ-ઘટ લાવવા અને ઈનસાઈડર ટ્રેડિંગ કરનારા લોકો પર ગાળીયો કસવા માટે સેબી કાર્યરત બની છે. નાણાકીય ફંડને છુપાવવા માટે એક કંપનીથી બીજી કંપનીને પૈસા લોન સ્વરૂપે આપવામાં આવે છે. આ કામ આશરે 9-10 કંપનીઓની ચેન ચાલે છે અને તેમા છેલ્લી કંપનીને શેર ખરીદવા અથવા વેચવા માટે પૈસા મળે છે. આ રમત દશકોથી ભારતીય શેરબજારમાં ચાલી રહી છે.

જે કંપનીઓનો ઉપયોગ ફંડને છુપાવવા માટે કરવામાં આવે છે, તેમાંથી કેટલીય કંપનીઓ પાસે ઓપરેટિંગ બિઝનેસ હોય છે અને તે શેલ કંપનીઓ નથી હોતી. તેમનો ઉપયોગ ટ્રેડની પાછળના એક વ્યક્તિની ઓળખ છુપાવવા માટે થાય છે. ટ્રાન્ઝક્શનના અસલ ઉદ્દેશ્ય પર પડદો નાંખવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે સેબીના સભ્યએ એક મીટિંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મીટિંગમાં સ્ટોક એક્સચેંજના અધિકારી, સેબીના કેટલાક વરિષ્ઠ અધિકારી અને ફાઈનાન્શિયલ સર્વિસીઝ ઈન્ડસ્ટ્રીના લોકો પણ જોડાયા હતા.

આ બેઠકમાં થયેલી વાતચીત અનુસાર શેલ કંપનીઓની સામે બેનામી ટ્રેડિંગ પર લગામ કસવી ખુબ જ મુશ્કેલ કામ છે. ઈન્સાઈડર ટ્રેડિંગ માટેના આવા ટ્રાન્ઝક્શન કેટલાય વર્ષોથી થઈ રહ્યા છે. સેબી એ વાત જાણવા માંગે છે કે આવા લોકો સામે કેવી રીતે કેસ કરવો.

નાણાકીય ફંડને છુપાવવા માટે જે કંપનીઓ અને વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે મની મ્યૂલ્સ હોય છે. જે કમીશન લઈને પોતાની ઓળખ, બેંક ખાતા અને ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટને એક્સેસ કરવા દે છે. એવી જાણકારી છે કે સેબીએ કેટલીય કંપનીઓ અને વ્યક્તિગત દ્વારા ફંડને સદિગ્ધ રીતે લેવડદેવડ કરી હોવાનું જાણ્યું છે.