બીજા પ્રેમીઓને જોઇને ખુશ થઇ જતી ! - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બીજા પ્રેમીઓને જોઇને ખુશ થઇ જતી !

બીજા પ્રેમીઓને જોઇને ખુશ થઇ જતી !

 | 12:57 am IST

જયે ધાત્રી સામે પોતાનો પ્રેમને વ્યક્ત કર્યો હતો. ધાત્રીની સાથે પ્રેમ થતા જયે તેની બધી ખરાબ આદતો છોડી દીધી હતી, તે બીજી છોકરીઓ સાથે પણ વાત કરતો ન હતો. આ બધી વાત જાણવા હોવા છતાં તેણે જયને કહ્યું, કે મને તારા માટે કોઇ લાગણી નથી, તું મારા કરતાં બહુ અલગ છે. તેથી આપણે મિત્રો જ બરાબર છીએ. જય ધાત્રીને ખૂબ જ પસંદ કરતો હતો, તેણે અનેક વખત ધાત્રીને પોતાની લાગણી જણાવી, પરંતુ ધાત્રી હંમેશાં તેને ના જ કહેતી હતી.

ધાત્રીને જય માટે કોઇ લાગણી ઉત્પન્ન થતી જ ન હતી. જય તેનાથી મોટો હતો, તે ધાત્રીનો સિનિયર હતો. એટલે ધાત્રી કોલેજના બીજા વર્ષમાં આવી ત્યારે જયનું માસ્ટર શરૂ થઇ ગયું હતું. આમ, જોત જોતામાં તો દિવસો પસાર થવા લાગ્યા અને ધાત્રીની બેચલરની ડિગ્રી પણ પૂરી થઇ. ધાત્રીએ માસ્ટર્સ માટે બીજી કોલેજ પણ પસંદ કરી. માસ્ટર્સમાં ધાત્રીને પહેલા જેટલી તકલીફ નહતી, કારણ કે તેના જૂના મિત્રો પણ જ આ કોલેજમાં તેની સાથે જ હતાં. ધાત્રી પહેલાં જેવી જ આજે પણ હતી. ધાત્રીના ગ્રૂપમાં ઘણા મિત્રો એવા હતા, જેઓ લવમેરેજ કરવા ઇચ્છતા હતા. ધાત્રી તેઓને જોઇને હંમેશાં ખુશ જ થતી તેઓ એકબીજાને પ્રેમ કરે છે, તે જોઇને ખુશ થઇ જતી હતી. તે પોતાના પ્રેમી મિત્રો ફરવા જવા, ડેટ પર જવા માટે મદદ પણ કરતી હતી. તેથી તે પોતાના આ સ્વભાવના કારણે તેના મિત્રો તેને ખૂબ પસંદ કરતા હતા. પોતે સિંગલ છે, તેવું તો તેણે ક્યારેય વિચાર્યું જ ન હતું, તે હંમેશાં બીજાને જોઇને જ ખુશ થઇ જતી હતી. પોતાની દુનિયામાં જ ખુશ રહેતી ધાત્રીના જીવનમાં પણ કોઇના આવવાની શરૂઆત હતી, તેનાથી ધાત્રી અજાણ હતી. એક દિવસ ધાત્રી કોલેજથી ઘરે ગઇ ત્યારે તેના પપ્પાના ફ્રેન્ડ આવેલા હતા. તેઓએ ધાત્રીને જોઇ અને તેના અભ્યાસ વિશે વાત કરી અને તેમને ધાત્રી દેખાવમાં પણ ખૂબ જ ગમી ગઇ હતી. ધાત્રી તેમને કાકા જ કહેતી, તે કાકાના એક બીજા મિત્ર હતા, જેમનો છોકરો એમબીએ કરી રહ્યો હતો, તો તેમણે તેના માટે સારી છોકરી ધ્યાનમાં રાખવા કાકાને કહ્યું હતું. ધાત્રીને જોઇને કાકાને અચાનક તે વાત યાદ આવી તેથી, ધાત્રીના ઘરે ચા-નાસ્તો કરીને તેઓ જ્યારે બહાર નીકળ્યા તે સમયે કાકાએ ધાત્રીના પપ્પા સાથે તે છોકરા વિશે વાત કરી…

દીકરી મોટી થઇ રહી હતી તેથી ધાત્રીના પિતા તેનું સગપણ શોધતા જ હતા, અને જાણીતા વ્યક્તિ બતાવે તો સારંુ જ છે ને… આમ વિચારીને ધાત્રીના પિતા કાકા સાથે તે છોકરાના ઘરે ગયા હતા. છોકરો કોલેજની પરીક્ષા આપીને જ ઘરે આવ્યો હતો. કેશવને જોઇને ધાત્રીના પિતાને દેખાવે તે ગમ્યો, તથા તેનું ઘર તેના માતા-પિતા પણ ભલા માણસો હતા. તેથી તેમણે ધાત્રીને જોવા માટે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ધાત્રીના પિતાએ ઘરે આવીને કેશવ વિશે વાત કરી, આ વાત ધાત્રીએ પણ સાંભળી હતી. પરંતુ ધાત્રીને કેશવનું ઘર જે સ્થળે હતું તે વિસ્તાર પસંદ ન હતો તેથી તેનું મન પાછળ પડતંુ હતું. તેણે પપ્પાને પણ આ વાતની વાત કરી, પરંતુ તેમણે ધાત્રીને સમજાવી કે બેટા, છોકરો ભણેલો છે, તો ક્યાંય બીજે પણ તેઓ રહેવા જશે. તેથી તે સમયે તો ધાત્રીએ જોવા માટે હા પાડી. કોલેજમાં પણ ધાત્રીને તે જ વિચાર આવ્યાં કરતા હતા, તે અઠવાડિયા પછી ધાત્રીને જોવા આવવાના હતા. તે આવવાના હતા, તે દિવસે ધાત્રી તેની મજાક મસ્તીમાં બેઠી હતી, બારીમાંથી કેશવને તેના પરિવાર સાથે આવતા જોઇને અંદર જતી રહી.

(ક્રમશ 🙂