અમરેલીમાં ધોધમાર વરસાદ, બાબરામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ - Sandesh
NIFTY 10,555.90 +29.70  |  SENSEX 34,408.70 +77.02  |  USD 65.7800 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરેલીમાં ધોધમાર વરસાદ, બાબરામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

અમરેલીમાં ધોધમાર વરસાદ, બાબરામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

 | 11:01 pm IST

અમરેલીમાં વરસાદના બીજા રાઉન્ડથી ઉભા પાકને મળ્યું જીવતદાન, ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લામાં છેલ્લા દોઢ માસથી વરસાદ ન થતા ચિંતામાં મુકાયેલ ખેડુતોને સોમવારે રાહત આપતા મેધરાજાએ પુન: એન્ટ્રી કરી છે. ધીમી ધારે બે ઈચ જેટલો વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જિલ્લાના બાબરા તાલુકામાં 2 થી 6 ઈચ જેટલો વરસાદ પડતાં નદીઓમાં પુર આવ્યું છે.

 

અમરેલી જિલાના મોટાભાગના તાલુકાઓમાં 2 થી 6 ઈંચ વરસાદ પડતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો છે. સાવરકુંડલા,અમરેલી, લિલિયામાં બે ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે બાબરા તાલુકાના ચમારડીમાં પ્લોટ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ઘુઘરાળા,ચરખા, ફુલજર, અને ઉતવડ ગામોમાં અનરાધાર મેધો મંડાયો છે. અમરેલીમાં બાબરામાં ધોધમાર વરસાદ થતાં હાશકારો અનુભવાયો છે. બાબરામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચરખા, નવાણિયા, સોરખાણમાં વરસાદ થયો હોવાના સમાચાર છે તો કોટડા પીઠ, ઘુઘરાલામાં પણ ધોધમાર વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. સતત વરસાદ રહેતા ઠેર ઠેર પાણી ભરાયા છે. અમરેલી જિલ્લાના લીલીયા, બગસરા, સાવરકુંડલામાં વરસાદ થયો હતો. કુંકાવાવ, અમરેલી, રાજુલા અને લાઠીમાં પણ મેધમહેરથી ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જેમણે હજી વાવણી કરી નહોતી તેવા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થતાં ખુશી વ્યાપી ગઈ હતી.

અમરેલી અને સાવરકુંડલામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જિલ્લાના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે.  તો ક્યાક રસ્તાઓને પણ નુકસાની થઈ હોવાના સમાચારો મળી રહ્યાં છે.

સોમવાર સવારથી જ ધીમી ધારે પડી રહેલા વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

કચ્છમાં અબડાસા પછી મેધરાજાએ રાપરને ઘમરોળ્યું
રાપરમાં ફરી વરસાદનું આગમન થતાં 15 મિનિટમાં એક ઈંચથી વધું વરસાદ નોંધાયો છે. ભૂતિયા કોઠા, માલીચોક, સલારીનાકામાં સારો વરસાદ થયો હોવાના સમાચાર છે.