ભારતીય નેવીને મળ્યો વધુ એક સમુદ્રી યોદ્ધા, INS ખંડેરીને લોન્ચ કરાઈ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતીય નેવીને મળ્યો વધુ એક સમુદ્રી યોદ્ધા, INS ખંડેરીને લોન્ચ કરાઈ

ભારતીય નેવીને મળ્યો વધુ એક સમુદ્રી યોદ્ધા, INS ખંડેરીને લોન્ચ કરાઈ

 | 10:03 am IST

સ્કોર્પીન ક્લાસની બીજી સબમરીન INS ખંડેરીને આજે મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવી. મઝગાવ ડોક લિમિટેડ શિપયાર્ડ પર આયોજિત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના રક્ષામંત્રી સુભાષ ભામરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે એ દિવસ હવે દૂર નથી કે આપણે બીજા દેશો માટે પણ સબમરીન બનાવીશું. આ સબમરીને ડિસેમ્બર 2017 સુધીમાં અનેક પ્રકારના મુશ્કિલ ટેસ્ટમાંથી જો કે પસાર થવું પડશે.

સ્કોર્પિન ક્લાસની સબમરીનો ડીઝલ અને વીજળીથી ચાલે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે યુદ્ધમાં હુમલા માટે થાય છે. INS ખંડેરીમાં દુશ્મનોની નજરથી બચવા માટે સ્ટીલ્થ ફીચર પણ છે. આ ઉપરાંત દુશ્મન પર પ્રીસેશન ગાઈડેડ મિસાઈલ દ્વારા સટીક અને ઘાતક હુમલો પણ કરી શકાય છે. હુમલો કરવા માટે તેમાં પારંપરિક ટારપીડો ઉપરાંત ટ્યૂબ લોન્ચ એન્ટી શિપ મિસાઈલ્સ પણ છે જે પાણીની અંદરથી કે સપાટી પરથી નિશાન સાધી શકે છે.

આ સબમરીન ઉષ્ણકટિબંધવાળા હવામાન સહિત કોઈ પણ સ્થિતિમાં ઓપરેટ કરવા માટે સક્ષમ છે. જેમાં કોમ્યુનિકેશન સંલગ્ન અત્યાધુનિક ડિવાઈસ લાગેલા છે. કોઈ પણ અત્યાધુનિક સબમરિનની જેમ આ સબમરીનથી પણ અનેક પ્રકારના મીશનો (એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન, ગુપ્ત માહિતી ભેગી કરવી, માઈન બિછાવવી વિસ્તારની નિગરાણી વગેરે)ને અંજામ આપી શકાય છે.

ખંડેરી નામ મરાઠી યોદ્ધાઓના એક દ્વિપ પર સ્થિત કિલ્લા પરથી પાડવામાં આવ્યું છે. આ કિલ્લાના કારણે 17મી શતાબ્દીમાં સમુદ્ર પર પોતાનું વર્ચસ્વ કાયમ કરવામાં મદદ મળી હતી.