Second T20 Match between India and South Africa will play at Mohali
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: બીજી T20 પણ બનશે વરસાદનો ભોગ! મોસમને લઈ આવ્યા મહત્વના સમાચાર

INDvsSA: બીજી T20 પણ બનશે વરસાદનો ભોગ! મોસમને લઈ આવ્યા મહત્વના સમાચાર

 | 1:34 pm IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચ સિરીઝની પહેલી મેચ ગઈકાલે વરસાદનો ભોગ બની હતી. મેચમાં નિર્ઘારિત સમય પર ટોસ થવાનો હતો પરંતુ લગભગ સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ થશું થયો જેના કારણે મેચને એક પણ બોલ રમ્યા વગર રદ કરવામાં આવી. જ્યારે હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ મોહાલી ખાતે રમાશે.

જોકે હવે ક્રિકેટ ફેન્સની નજર બીજા ટી20 મેચ પર છે. જે 18મી સપ્ટેમ્બરે મોહાલી ખાતે રમાશે. આ મેચ દરમિયાન મોસમ કેવી રહેશે તે વિશે જાણવાની ફેન્સ વચ્ચે ભારે ઉત્સુક્તા છે. ધર્મશાળા ટી20 વરસાદના કારણે ધોવાતા નિરાશ ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે થનારી આ ટી20 મેચ પર વરસાદનું જોખમ ઓછું છે. તે દિવસ મોસમ સાફ અને સામાન્ય રહેશે એવા અહેવાલ છે. જોકે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી વરસાદ થવાની સંભાવના પણ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી20 મેચ રદ થઈ હતી. તેથી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને ટિકિટના રૂપિયા પરત કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના 4 ટી20 મેચ ધોવાયા છે.

આ વીડિયો પણ જુઓ: ટ્રાફિક પોલીસે ST બસ ડ્રાઈવરને આપ્યો મેમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન