ગૌણ પોષકતત્ત્વોની છોડના વિકાસમાં ભૂમિકા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Agro Sandesh
  • ગૌણ પોષકતત્ત્વોની છોડના વિકાસમાં ભૂમિકા

ગૌણ પોષકતત્ત્વોની છોડના વિકાસમાં ભૂમિકા

 | 3:47 am IST
  • Share

આ બધા તત્ત્વોની છોડને મધ્યમ પ્રમાણમાં જરૂર રહે છે, તેથી તે ગૌણ તત્ત્વો તરીકે ઓળખાય છે.

છોડમાં કેલ્શિયમ હોય તો શું અસર થાય?

વનસ્પતિની કોષ દિવાલમાં એક અત્યંત જરૂરી તત્ત્વ છે.મૂળ વધવાની ક્રિયા ઝડપી બનાવી પાકની વૃદ્ધિ વધારે છે.

ઉત્સેચકીય પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતાં ઝેરી કાર્બનિક અમ્લોનું તટસ્થીયકરણ કરી તેની ઝેરી અસરથી પાકને બચાવે છે. મૂળની ટોચની વૃદ્ધિ માટે જરૂરી છે. તે છોડમાં જૂના ભાગમાંથી નવા ભાગ તરફ સરળતાથી જઈ શક્તું નથી, તેથી છોડના નવા ભાગ ઉપર તેની અછતના ચિહ્નો પ્રથમ દેખાય છે. વનસ્પતિને નાઈટ્રોજન લેવામાં મદદ કરે છે તથા જમીનની પ્રતિક્રિયા ઘટાડી કેટલાક સૂક્ષ્મ તત્ત્વોને (લોહ, બોરોન, જસત, તાંબું અને મેંગેનીઝ) લભ્ય બનાવે છે. જમીનનો બાંધો સુધારે છે. બી ઉત્પાદનને વેગીલું બનાવે છે. કેલ્શિયમ ન હોય તો નવી કૂંપણો,પાન ચીમળાઈ ટોચ મરી જાય છે  અથવા તો અગ્રકલિકાનો વિકાસ જ થતો નથી. પરાળ નબળું બની નમી પડે છે. મૂળનો વિકાસ મર્યાદિત બની જાય છે.

છોડમાં મેગ્નેશિયમની અસર 

હરિતકણો માટે અગત્યનો છે. પાનનો રંગ ઘાટો લીલો બને છે. છોડમાં શર્કરા, ચરબી અને પ્રોટીન બનવાની પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. તેલીબિયાં પાકોમાં તેલના પ્રમાણમાં વધારો કરે છે. અન્ય પોષકતત્ત્વોનું નિયમન કરે છે. વનસ્પતિમાં બનતી કાંજીની તેના અંગમાંથી બીજા અંગમાં વહન કરવામાં મદદ કરે છે. ફોસ્ફરસનાં વહન માટે મેગ્નેશિયમ એક અગત્યનું અંગ છે. છોડમાં મેગ્નેશિયમ ન હોય તો ઉણપની શરૂઆત છોડના નીચેના પાનથી શરૂ થઈ ઉપર સુધી પહોંચે છે.

આ દરમિયાન પાનનો રંગ આછો લીલો થાય છે. પાનની નસો લીલી જ રહે છે. કપાસમાં પાનની નસો વચ્ચેનો ભાગ લાલ રંગનો દેખાય છે. ફળઝાડના પાકમાં અસરયુક્ત પાન સફેદ થાય છે.

ગંધકની છોડના વિકાસમાં ભૂમિકા

વનસ્પતિની વૃદ્ધિ માટે ગંધક ખૂબ જ જરૂરી તત્ત્વ છે. ગંધક  મૂળનો વિકાસ વધારે છે. તેમજ બીનું ઉત્પાદન વધારવામાં સહાય કરે છે. પ્રોટીન, ઉત્સેચકો અને જલદી ઉડી જાય તેવા તેલ માટે ગંધક એક  અગત્યનું ઘટક છે.

ગંધક કઠોળવર્ગના પાકોમાં ગાંઠો વધારે છે. તે જમીનની પ્રતિક્રિયા ઓછી કરી પોષકતત્ત્વો લભ્ય બનાવે છે. છોડમાં  ગંધક ન હોય તો નવા ઉગતા પાનનો રંગ આછો લીલો થાય છે. છોડની વૃદ્ધિ ધીમી પડે છે. બીનું ઉત્પાદન ઘટે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન