NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ભાંડો ફૂટી ગયો, રાહુલ ગાંધી કેમ અમેરિકા ગયા, જોઈ લો ફોટા

ભાંડો ફૂટી ગયો, રાહુલ ગાંધી કેમ અમેરિકા ગયા, જોઈ લો ફોટા

 | 6:24 pm IST

રાહુલ ગાંધી હાલમાં અમેરિકામાં છે. આ દેશમાં તેમણે આપેલા ભાષણોએ ભારતમા ચર્ચા જગાવી છે. 14 સપ્ટેમ્બરે ઈન્ટાગ્રામ અને ટ્વિટર પર એક મહિલાએ તસવીર પોસ્ટ કરી છે. આ ફોટા વિશે ભાતભાતની ચર્ચા  છેડાઈ છે. તસવીરમાં રાહુલ ગાંધી મહિલા સાથે સ્મિત વેરતા દેખાય છે. મહિલાનું નામ છે નતાલિયા રામોસ. નતાલિયાએ ટ્વિટર પર તસવીર પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે ગત રાતે આખાબોલા અને જાણકાર રાહુલ ગાંધી સાથે.

નતાલિયાનું પૂરું નામ છે નતાલિયા નોરા રામોસ કોહેન છે. તે ખરેખર તો સ્પેનિશ-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી છે. હવે તેમની પાસે અમેરિકાની પણ નાગરિકતા છે. 2007ની ફિલ્મ યાસ્મીન અને 2013ની ફિલ્મ ડેમ માટે નતાલિયાને યાદ કરાય છે.

નતાલિયાનો જન્મ સ્પેનના મેડ્રિડ શહેરમાં 1992માં થયો હતો. તેમના માતા ઓસ્ટ્રેલિયન છે અને પિતા સ્પેનિશ પોપ સિંગર જુઆન કાર્લોસ રામોસ વકેરો છે. તેઓ ઈવાન નામે પણ જાણીતા છે. નતાલિયા બે વર્ષનાં હતા ત્યારે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા હતાં અને ત્યારપછી મિયામી પહોંચી ગયા હતાં. 2016માં તેમણે અમેરિકાની નાગરિકતા લીધી હતી.