Ram Mandir- Babri Masjid Case: Section 144 Imposed In Ayodhya
  • Home
  • Featured
  • અયોધ્યા: કલમ 144 લાગુ- જડબેસલાક કરાઈ સુરક્ષા, સોમવારથી અંતિમ સુનાવણી શરૂ

અયોધ્યા: કલમ 144 લાગુ- જડબેસલાક કરાઈ સુરક્ષા, સોમવારથી અંતિમ સુનાવણી શરૂ

 | 11:40 pm IST

દશેરાની અઠવાડિયાની રજાઓ બાદ સુપ્રીમ કૉર્ટમાં અયોધ્યાનાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી સોમવારનાં અંતિમ તબક્કામાં પ્રવેશ કરશે અને ન્યાયાલયની સંવિધાન પીઠ 38માં દિવસે આ મામલે સુનાવણી કરશે. આને ધ્યાને રાખીને અયોધ્યામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે અને મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશની સંવિધાન પીઠે આ મુદ્દે સૌહાદપૂર્ણ ઉકેલ નીકાળવા માટે મધ્યસ્થતાની પ્રક્રિયા અસફળ થયા બાદ કેસમાં 6 ઑગષ્ટથી પ્રતિદિનની કાર્યવાહી શરૂ કરી હતી.

અયોધ્યા મામલે સુનાવણી 17 ઑક્ટોબરનાં સમાપ્ત થશે

સુપ્રીમ કૉર્ટ ઇલાહાબાદ હાઈકોર્ટનાં 2010નાં નિર્ણયની વિરુદ્ધ 14 અપીલોની સુનાવણી કરી રહી છે. બેન્ચે આ મામલે કોર્ટની કાર્યવાહી પુરી કરવાની સમયઅવધિની સમીક્ષા કરી હતી અને આ માટે 17 ઑક્ટોબરની સમયસીમા નક્કી કરી છે. બેન્ચનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાઈ.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ.નઝીર પણ સામેલ છે. ઇલાહાબાદ હાઇકોર્ટે 4 વાર અલગ અલગ સિવિલ કેસ પર નિર્ણય સંભળાવતા વિવાદીત 2.77 એકર જમીનને તમામ 3 પક્ષો સુન્ની વક્ફ બૉર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનની વચ્ચે સમાન વહેંચણી કરવા કહ્યું હતુ.

આ જ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ રિટાયર થઈ રહ્યા છે

સુપ્રીમ કોર્ટે અંતિમ તબક્કાની દલીલો માટે કાર્યક્રમ નિર્ધારિત કરતા કહ્યું હતુ કે, “મુસ્લિમ પક્ષ 14 ઑક્ટોબર સુધી પોતાની દલીલો પૂર્ણ કરશે અને ત્યારબાદ હિંદુ પક્ષકારોને પોતાની જવાબી દલીલ પુરી કરવા માટે 16 ઑક્ટોબર સુધી બે દિવસનો સમય આપવામાં આવશે.” આ મામલે 17 ઑક્ટોબર સુધી નિર્ણય સંભળાવવામાં આવે તેવી આશા છે. આ જ દિવસે મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ રિટાયર થઈ રહ્યા છે.

અયોધ્યા વિવાદ પર શરૂઆતમાં નીચેની અદાલતમાં 5 કેસ દાખલ થયા હતા. પહેલો કેસ એક શ્રદ્ધાળુ ગોપાલ સિંહ વિશારદે 1950માં દાખલ કર્યો હતો. તેમણે કોર્ટથી હિંદુઓને વિવાદીત સ્થળમાં પ્રવેશ કરીને પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરી હતી. તે જ વર્ષે પરમહંસ રામચંદ્ર દાસે પણ કોર્ટથી પૂજા કરવાની પરવાનગી માંગી હતી અને રામલલાની મૂર્તિને કેન્દ્રિય ગુંબજ, અત્યારે ધ્વસ્ત વિવાદીત ભાગમાં રાખવાની માંગ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાની અરજી પાછી ખેંચી હતી.

તો નિર્મોહી અખાડાએ 1959માં નીચેની અદાલતમાં 2.77 એકર વિવાદ જમીનનાં મેનેજમેન્ટ અને સેવકનો અધિકાર આપવા માંગ કરી હતી. આ બધા પછી 1961માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બૉર્ડ પણ કોર્ટ પહોંચ્યું અને તેણે વિવાદીત સંપત્તિ પર પોતાનો દાવો કર્યો. ત્યારબાદ 1989માં રામલલા વિરાજમાને ઇલાહાબાદ હાઈકોર્ટમાં વિવાદીત જમીન પર હક જતાવ્યો. 6 ડિસેમ્બર 1992નાં બાબરી મસ્જિદ પાડી દેવામાં આવ્યા બાદ આ તમામ કેસને ઇલાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ વિડીયો પણ જુઓ: મહારાષ્ટ્રના કોલ્હાપુરથી અમિત શાહનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન