Govt admits reply to supreme court about section 497
  • Home
  • India
  • કલમ 497 અંગે સરકારે સુપ્રીમમાં રજૂ કર્યો જવાબ, કહ્યું તે લગ્ન સંસ્થાનું કરે છે રક્ષણ

કલમ 497 અંગે સરકારે સુપ્રીમમાં રજૂ કર્યો જવાબ, કહ્યું તે લગ્ન સંસ્થાનું કરે છે રક્ષણ

 | 8:38 pm IST

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કલમ 497અંગે જવાબ રજૂ કરતાં કહ્યું કે એડલ્ટરી કાયદા હેઠળ જે કાયદાકીય જોગવાઈઓ છે તેનાથી લગ્ન સંસ્થાને સંરક્ષણ મળે છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત પાસે એ અરજી ફગાવી દેવા માંગણી કરી જેમાં કલમ 497ની કાયદેસરતાને પડકારવામાં આવી છે. કેન્દ્રે કહ્યું કે આ કાયદાને કોઈપણ રીતે કમજોર કરવો લગ્ન જેવી સંસ્થા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે અરજીકરતા દ્વારા અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે આઈપીસીની કલમ 497 હેઠળ એડલ્ટરી(પુખ્ત વય)ના મામલે પુરુષોને દોષી ઠેરવાય તો સજા આપવાની જોગવાઈ છે. જ્યારે મહિલાઓને નહિં. એવામાં આ કાયદો ભેદભાવવાળો છે અને આ કાયદાને ગેરબંધારણિય ઘોષિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સામાજિક બદલાવને ધ્યાનમાં લેતાં જેન્ડર સમાનતા અને આ મામલામાં આપવામાં આવેલા પહેલાના કોઈ ચુકાદાની ફરીથી ચકાસણી કરવાની જરૂર છે. આ મેટર સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં મળેલી પાંચ જજોની બંધારણીય બેન્ચને રિફર કરી દીધી હતી અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા અરજી ફગાવી દેવા કરવામાં આવી માંગણી
કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું કે અરજીને ફગાવી દેવામાં આવે. તેમાં વધુંમાં કહેવામાં આવ્યું કે કલમ 497 હેઠળ લગ્ન જેવી સંસ્થાને રક્ષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. જે જોગવાઈઓને પડકારવામાં આવી છે તેને ભારે વિવેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેથી લગ્ન જેવી સંસ્થાઓને રક્ષિત કરી શકાય. આ કાયદો ભારતીય સમાજના કલ્ચર અને તાણાવાણાને જોઈને બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે આઈપીસીની કલમ 497ની જોગવાઈઓ હેઠળ પુરુષોને અપરાધી માનવામાં આવે છે જ્યારે મહિલાઓને ભોગ બનનારી માનવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજીકરનારાનું કહેવું છે કે આ મહિલાઓે અલગ રીતે ન જોઈ શકાય કારણકે આઈપીસીની કોઈ પણ કલમમાં લૈગિંક વિષમતાઓ નથી.

લો કમિશન જોઈ રહ્યો છે મામલો
લો કમિશન આ મામલે પરીક્ષણ કરી રહી રહી છે. તેના આખરી અહેવાલની રાહ છે. આ કાયદો જેન્ડર ન્યૂટ્રલ બનાવતા, જો મહિલાઓ પર પણ એડલ્ટરી કેસ ચલાવવામાં આવશે તો તેનાથી લગ્ન સંબંધો નબળા પડશે. સંબંધ વિચ્છેદ થશે. આ બાબતે માલીમથ કમિટીનો રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદાનો ઈરાદો એ છે કે લગ્ન જેવી સંસ્થાને બચાવવી. એવામાં આ અરજી ફગાવી દેવામાં આવે કારણ કે તેમાં મેરિટ નથી.

અરજી કરનારે 497ની કલમને ભેદભાવ યુક્ત ગણાવી ખત્મ કરી દેવા કરવી માંગણી
એડલ્ટરીઝ સંબંધી કાયદાની જોગવાઈઓને ગેરબંધારણીય ઠેરવવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું કે આઈપીસીની કલમ 497 હેઠળ જે કાયદાકીય જોગવાઈઓ છે તે પુરુષ સાથે ભેદભાવવાળી છે. જો કોઈ પરણિત પુરુષ અને પરિણિત મહિલાની સાથે તેની સહમતિથી સંબંધ બનાવે છે તો એવા સંબંધ બનાવનારા પુરુષની વિરુદ્ધ એ મહિલાનો પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે. પણ સંબંધ બનાવનારી મહિલાની વિરુદ્ધ કેસ દાખલ કરવાની જોગવાઈ નથી. જે ભેદભાવવાળી છે. અને આ જોગવાઈને ગેરબંધારણિય ઘોષિત કરવામા આવે. અરજી કર્તાનું કહેવુ છે કે પહેલી નજરમાં કલમ 497 બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જો બંને એકબીજા સાથે સહમતિથી સંબંધ બનાવે છે તો મહિલાને એ દાયિત્વમાંથી કેવી રીતે છૂટ આપી શકાય? અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કલમ પુરુષોની વિરુદ્ધ ભેદભાવવાળી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સંવિધાનની કલમ 14(સમાનતા), 15 અને 21(જીવનનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. અરજી કર્તાએ એક તરફથી આ મહિલાની વિરુદ્ધનો કાયદો છે. કારણકે મહિલાને આ મામલે પતિની પ્રોપર્ટી જેવી માનવામાં આવી છે. જો પતિ સહમત હોય તો પછી કેસ નથી બનતો. જ્યારે જો આ મામલે કેસ દાખલ થાય છે તો પુરુષને 5 વર્ષ સુધીની સજા થાય છે.