સિક્યોરિટીનું કારસ્તાન કરોડો રૂપિયાની ઉઠાંતરી, હવે છે ‘રોબિનહૂડ’ જેલમાં - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સિક્યોરિટીનું કારસ્તાન કરોડો રૂપિયાની ઉઠાંતરી, હવે છે ‘રોબિનહૂડ’ જેલમાં

સિક્યોરિટીનું કારસ્તાન કરોડો રૂપિયાની ઉઠાંતરી, હવે છે ‘રોબિનહૂડ’ જેલમાં

 | 10:50 pm IST

આ વાત છે એક એવા ચોરની જે શહેરમાં ચોર છે પરંતુ પોતાના ગામના લોકો માટે મહાન દાની પુરુષ છે. ગામમાં કોઈના લગ્ન હોય, નામકરણની વિધિ હોય કે પછી કોઈપણ ઉત્સવ હોય, તે લોકોની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. આ કાર્યક્રમોમાં તે હજારો રૂપિયા દાન કરી દે છે. અત્યારે આ ‘રોબિનહૂડ’ જેલમાં બંધ છે. કોલેગાલા ચિકલાબપુરના રહેવાસી 30 વર્ષીય શિવકુમાર આશરે 1.3 કરોડ રૂપિયા ચોરવાનો આરોપ છે.

પોલીસને પ્રાપ્ત જાણકારી અનુસાર, 2013માં શિવકુમારે એક પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સી જોઈન કરી હતી. આ એજન્સી અંતર્ગત તેની જવાબદારી ATM મશીનોમાં કેશ મૂકવાની હતી. તેની પાસે HDFC અને ICICI બેંકના આશરે 31 ATMની જવાબદારી હતી. તેને એક યૂનિક પાસવર્ડ આપવામાં આવ્યો હતો. ATMમાંથી પૈસા ચોરવા માટે શિવકુમારે જે ટેકનીક અજમાવી તે મુજબ જે ATMમાં એક કરોડ રૂપિયા મુકવાના હોતા ત્યાં તે 90 લાખ જ મૂકતો અને બિલ 1 કરોડનું બનાવતો હતો. આ રીતે અલગ-અલગ એટીએમમાંથી તેણે 2થી 3 લાખ અને ક્યારેક-ક્યારેક 5 લાખ રૂપિયા ચોર્યા. તેણે આશરે દોઢ વર્ષમાં 1.3 કરોડ રૂપિયા ચોરી લીધા.

નોકરી પર પાછો ના આવ્યો તો થયો શક
10 ઓક્ટોબરે તેણે એક જ વખતમાં 80 લાખ રૂપિયા ચોર્યા, જ્યારબાદ અધિકારીઓને તેના પર શંકા થઈ. બાદમાં તે જ દિવસે તે રજા પર જતો રહ્યો અને પછી નોકરી પર પાછો આવ્યો જ નહીં. બેંક અધિકારીઓની શંકા ત્યારે પાક્કી થઈ ગઈ જ્યારે તપાસ કરવામાં આવી અને રૂપિયા ચોરી થયા હોવાનો ખુલાસો થયો. બેંકો તરફથી એજન્સીના મેનેજરને ફરિયાદ કરવામાં આવી. આ ફરિયાદના આધારે પોલીસે શિવકુમારને તેના ગામમાંથી અરેસ્ટ કરી લીધો.

ગામના લોકો માટે મફત દારૂની વ્યવસ્થા
શિવકુમાર પોતાના ગામના લોકો પર ખુલીને ખર્ચો કરતો હતો. કોઈપણ પ્રકારના ઉત્સવમાં શિવ 10થી 25 હજારનું દાન કરી દેતો હતો. એટલું જ નહીં દારૂની દુકાને 25 હજાર એડવાન્સમાં જમા કરાવતો હતો, જેથી પીનારા તેના નામે દારૂ ઉધાર લઈ શકે.

જામીન માટે વકીલને એડવાન્સ પૈસા
શિવકુમારને જ્યારે એવી લાગ્યું કે, તે હવે બચી નહીં શકે અને પોલીસ ગમે ત્યારે તેને પકડી લેશે ત્યારે તેણે એક વકીલને એડવાન્સમાં પૈસા આપી દીધા જેથી તેને તરત જામીન મળી શકે. પોલીસે ચોરીના 90 લાખ રૂપિયાની રિકવરી કરી લીધી છે. બાકીની રકમ અંગે તપાસ કરાઈ રહી છે.