Security Agencies tight security at coast, Sea safety shield campaign
  • Home
  • Featured
  • દરિયા કિનારે તમામ સુરક્ષા એજન્સીઓની બાજ નજર, હવે સાગર સુરક્ષા કવચ અભિયાન

દરિયા કિનારે તમામ સુરક્ષા એજન્સીઓની બાજ નજર, હવે સાગર સુરક્ષા કવચ અભિયાન

 | 3:17 pm IST

જામનગર સહિત હાલારનો દરિયાઇ પટ્ટીથી ઘેરાયેલો વિસ્તાર છે. આ દરિયામાં મોટી સંખ્યામાં બોટો સમુદ્રમાં માછીમારી કરવા માટે જતી હોય છે. દરિયાઇ સુરક્ષા સઘન બનાવવા વર્ષમાં બે વખત સાગર સુરક્ષા કવચ અન્વયે ફીશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાઇ છે અને દરિયા કિનારે તમામ સુરક્ષા એજન્સીઓની બાજ નજર રહે છે.

26/11 ના મુંબઈ આંતકી હુમલા બાદ ભારતભરના દરિયામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં 2 વખત સાગર સુરક્ષા કવચ અભિયાન કરવામાં આવે છે. હાલ જામનગરનો દરિયો 130 કિલો મીટર મોટો છે. ત્યારે આ દરિયાઈ પટ્ટી પર લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ સાગર સુરક્ષામાં મરીન પોલીસ, એસ.ઓ.જી., નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ સહિતની સરકારી એજન્સીઓ દરિયામાં પેટ્રોલિંગ કરતી હોય છે. અને દરિયામાં કોઇ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવામાં આવે છે.



આ સાગર સુરક્ષા કવચ અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અલગ અલગ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે. ખાસ કરીને સીસી ટીવી કેમરા લગાવવા, બંદર વિસ્તારમાં આવતી જતી માછીમારો બોટો અને શંકાસ્પદ વાહનો-ઈસમો ઉપર દેખરેખ રાખી શકાય તેવું આયોજન કરવા, માછીમારી સિઝનમાં બહારથી કામ કરવા આવતા ઈસમોના ઓળખપત્રોની નકલો અને રહેઠાણના પોલીસ વેરીફિકેશન દાખલો વગેરે સરકારી ઓળખપત્રોની નકલો પોલીસ સ્ટેશને જમા કરાવી જાણ કરવા અંગે સૂચન માછીમારોને કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન