પાકિસ્તાનમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકારને ગાર્ડે મારી દીધો તમાચો, જુઓ video - Sandesh
  • Home
  • Uncategorized
  • પાકિસ્તાનમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકારને ગાર્ડે મારી દીધો તમાચો, જુઓ video

પાકિસ્તાનમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકારને ગાર્ડે મારી દીધો તમાચો, જુઓ video

 | 2:27 pm IST

પાકિસ્તાનની એક પ્રાઈવેટ ટીવી ચેનલની મહિલા રિપોર્ટરને લાઈવ કવરેજ વખતે એક સિક્યોરિટી ગાર્ડે જોરદાર થપ્પડ મારી દીધી. કે-21 નામની આ ચેનલની પત્રકાર તે વખતે એક ઓફિસની બહાર લોકોની સમસ્યાને લઈને લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. પત્રકારનું નામ સાઈમા કનવાલ છે.

કરાચીમાં નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટીની બહાર મહિલાઓ ઊભી હતી, ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થતા જ વાઈરલ થઈ ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે રિપોર્ટરે સુરક્ષામાં તૈનાત ગાર્ડ સાથે વાત કરવાની કોશિશ કરી અને તે દરમિયાન તેણે પહેલા તો ગેરવર્તણૂંક કરી અને પછી થપ્પડ મારી દીધી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઓફિસની બહાર મહિલાઓની લાંબી લાઈન લાગી છે અને આ દરમિયાન સુરક્ષા ગાર્ડ તેમને વીડિયો બનાવતા રોકી રહ્યો છે.

https://youtube.com/watch?v=GYaicWuO3Ig

મહિલાએ તે દરમિયાન ગાર્ડને કહ્યું પણ ખરા કે કેમેરામેનને છોડી દો. ત્યારબાદ આ ઘટના ઘટી. મહિલા પત્રકારે એ પણ કહ્યું કે જો સિક્યુરિટી ગાર્ડ પત્રકાર સાથે આવું કરી શકે તો સામાન્ય માણસો સાથે તેઓ કેવી વર્તણૂંક કરતા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન