પુરુષો પણ જેની બોડીથી શરમાય જાય છે તે રશિયન 'લેડી હલ્ક', જુઓ pics - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પુરુષો પણ જેની બોડીથી શરમાય જાય છે તે રશિયન ‘લેડી હલ્ક’, જુઓ pics

પુરુષો પણ જેની બોડીથી શરમાય જાય છે તે રશિયન ‘લેડી હલ્ક’, જુઓ pics

 | 4:22 pm IST

બોડી બિલ્ડિંગમાં પુરુષોને અત્યંત રસ હોય છે અને તેઓ પોતાની ફિટનેસ પાછળ ઘણો સમય આપતા હોય છે. જોકે, હાલમાં મહિલાઓ પણ બોડી બિલ્ડિંગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. રશિયાની નતાલિયા કુઝનેત્સોવા પોતાની બોડીથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ૨૬ વર્ષીય નતાલિયાને આજે લોકો લેડી હલ્ક કહીને બોલાવે છે. તેની બોડીને જોઇને પુરુષો પણ શરમાય જાય છે. નતાલિયા અત્યાર સુધીમાં ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે અને આ દરમિયાન તેણે મેડલ પણ જીત્યા છે. થોડા સમય પહેલા પોતાના પરિવારને સમય આપવા માટે તેણે વેટલિફ્ટિંગમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી પરંતુ હવે તે ફરી વખત પરત ફરી છે અને તે આ વખતે વધુ સિરિયસ પણ જણાઇ છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના બે લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ છે. હાલમાં તે યુવાઓને ટ્રેનિંગ આપવાની સાથે સાથે પોતાની જાતને પણ સ્પર્ધાઓ માટે તૈયાર કરી રહી છે.