Darshan of the beautiful Sai temple in Mehsana, Video
  • Home
  • Featured
  • દર્શન કરો મહેસાણામાં આવેલ સુંદર સાંઈ મંદિરના, Video

દર્શન કરો મહેસાણામાં આવેલ સુંદર સાંઈ મંદિરના, Video

 | 8:56 am IST

માનવતાનો પ્રચાર કરનાર સંત હિતકારી સાઇનો મહીમા અપાર છે, પ્રેમ પુર્વક અને સાચી નિષ્ઠાથી તેમનું સ્મરણ કરનારના તમામ મનોરથ પુર્ણ થાય છે. ત્યારે ચાલો આપણે પણ સાંઇના સ્થાનકે માથુ ટેકવી તેમનું સાચા મનથી સ્મરણ કરીએ.મહેસાણામાં આવેલ છે સુંદર સાંઈ મંદિર.જે છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર.

ગુરૂવારના દિવસે ખાસ પૂજન અર્ચન કરવાથી સાઈનાથની કૃપા મેળવી શકાય છે. સાદગીનો અનોખો સંગમ એટલે જ સાઈ. તો આજના આ પાવન દિવસે કરીશું ભગવાન સાઈના મંદિરના દર્શન જ્યાં માથુ ટેકવી કરીશું જીવન ધન્ય મેળવીશું સાંઈ બાબાની વિશેષ કુપા.

શ્રદ્ધા, સબુરી અને સાંઈબાબા એક એવું સ્વરૂપ કે જે ભક્તોને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે જે શાંતિ અને એકતાનો ઉપદેશ આપે છે તેવા જ શ્રદ્ધા સબુરી સાંઈબાબાના દર્શન કરી ધન્યતા અનુભવીએ.

સંત, ફકીર, સદગુરુ કહેવાતા સાંઇબાબાનું મુળ ધામ આમ તો મહારાષ્ટ્ર સ્થિત છે, પરંતુ તેમના પ્રત્યેની આસ્થા પુરા ભારત દેશમાં જોવા મળે છે. જેની પ્રતીતી થાય છે સ્થાને સ્થાને બનેલા તેમના મંદિરો પરથી.તો આજે દર્શન કરીશું મહેસાણામાં આવેલા સાંઈ મંદિરના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન