see katrina kaif smart and handsome bodyguard deepak singh photos
  • Home
  • Photo Gallery
  • કેટરિના કૈફનાં બોડીગાર્ડ પાસે જેવા તેવા હીરો પણ ફિક્કા લાગે, આવી ચૂકી અઢળક ફિલ્મોની ઓફર

કેટરિના કૈફનાં બોડીગાર્ડ પાસે જેવા તેવા હીરો પણ ફિક્કા લાગે, આવી ચૂકી અઢળક ફિલ્મોની ઓફર

 | 10:51 am IST

લોકોને ફિલ્મસ્ટાર પ્રત્યે એવી દિવાનગી હોય છે કે ક્યારેક ફેન્સ તેની હદ પાર કરી નાખતા હોય છે. તેની ચાહત ક્યારેક સ્ટાર માટે મુશ્કેલી પણ ઉભી કરી દેતા હોય છે. આવી મુશ્કેલીઓથી બચવા માટે સ્ટાર તેની સાથે સરસ બોડી ધરાવતા પહેલવાનો સાથે રાખે છે કે જે આવી પરિસ્થિતિમાં તેની મદદ કરે અને જેથી સ્ટારને પરેશાની ન થાય.

સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ખુબ લોકપ્રિય છે. તે ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ એક બોડીગાર્ડ એવો છે કે જેને ઘણી ફિલ્મો ઓફર થઈ પણ તેણે બધી જ ઓફરોને ઠુકરાવી દીધી. આ વાત છે હોટ અભિનેત્રી કેટરિનાના બોડીગાર્ડની. તેનું નામ છે દીપક કુલભૂષણ. તે બનવા માંગતો હતો ક્રિકેટર પણ બની ગયો બોડીગાર્ડ.

છેલ્લા ઘણા વર્ષોથી તે કેટરિનાનો બોડીગાર્ડ છે. તે કેટરિના સિવાય શાહરૂખ ખાન અને બીજા ઘણા સેલેબ્સનો બોડીગાર્ડ રહી ચૂક્યો છે. કે જેમાં સચિન અને માધુરીનું નામ પણ સામેલ છે. દીપકની પર્સનાલિટી પણ કોઈ સ્ટારથી કમ નથી. તેના પિતા ભારતીય સેનામાં હતા અને તે પહેલા તો ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ એવુ ન બની શક્યું. દીપકના લગ્ન પણ થઈ ચૂક્યા છે તે અવારનવાર પોતાની પત્ની સાથે ફોટો શેર કરતો રહે છે. તેમજ એક નાની બાળકી પણ છે. તો જુઓ દીપકના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન