ફરી એકવાર સાથે જોવા મળશે સિદ્ધાર્થ-રશ્મિ! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફરી એકવાર સાથે જોવા મળશે સિદ્ધાર્થ-રશ્મિ!

ફરી એકવાર સાથે જોવા મળશે સિદ્ધાર્થ-રશ્મિ!

 | 12:45 am IST

બિગ બોસ-૧૩માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની જોડીને તેમના ફેન્સે વખાણી હતી. જોકે, બંને વચ્ચે થયેલા ઝઘડાએ શોમાં હોબાળો મચાવ્યો હતો. બિગ બોસ શરૂ થયું એ પહેલાંથી જ સિદ્ધાર્થ અને રશ્મિ એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં, પરંતુ બિગ બોસના ઘરમાં આવ્યા પછી બંને વચ્ચે ખૂબ વિવાદ થયો હતો. ગુસ્સામાં આવીને રશ્મિએ સિદ્ધાર્થ પર ચા ઢોળી હતી. ત્યારે ટીવી જગતમાંથી એવા સમાચાર સામે આવ્યા છે કે સિદ્ધાર્થ અને રશ્મિ ફરી એકવાર કોઈ શોમાં નજરે પડશે. જ્યારે રશ્મિ દેસાઈને આ વાત પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, હજુ સુધી કંઈ ફાઈનલ થયું નથી એટલે હું કંઈ કહી શકું નહી, પરંતુ રશ્મિએ વાતવાતમાં તો ઈશારો આપી જ દીધો કે તે સિદ્ધાર્થ સાથે ફરી એક વાર એક શોમાં જોવા મળશે. જોકે, રશ્મિએ વધુ કંઈ વિગત આપવાથી ઈનકાર કર્યો હતો. બિગ બોસ-૧૩માં બંનેએ એક સાથે અનેક રોમાન્ટિક સીન પણ શૂટ કર્યા હતા. આ સીન તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. એ પહેલાં દિલ સે દિલ તક સિરિયલમાં પણ સિદ્ધાર્થ અને રશ્મિ દેસાઈ પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. બંનેની જોડી ટીવીની હિટ જોડી માનવામાં આવી રહી છે. ત્યારે સિદ્ધાર્થ અને રશ્મિ ફરી એકવાર કોઈ ટીવી શોમાં જોવા મળી શકે છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન