see photos of explore the toilet cafe in ahmedabad
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અમદાવાદમાં દેશનું પહેલું ટોયલેટ કાફે, આનંદી પટેલના જમાઈનો આઈડિયા રહ્યો સુપરહિટ

PHOTOS: અમદાવાદમાં દેશનું પહેલું ટોયલેટ કાફે, આનંદી પટેલના જમાઈનો આઈડિયા રહ્યો સુપરહિટ

 | 1:32 pm IST

આજે 19 નવેમ્બરે લોકો વર્લ્ડ ટોયલેટ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સરકાર પણ ઘરે-ઘરે ટોયલેટ હોય અને દેશમાં સ્વચ્છતા જળવાઇ રહે એ વાત પર વિશેષ ધ્યાન આપી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે સ્વચ્છતા અને ટોયલેટ પ્રત્યે જાગૃતિ માટે એક અનોખુ કાફે બનાવવામાં આવ્યું છે. આ કાફેનું નામ જ છે ટોયલેટ કાફે.

માત્ર નામ જ નહીં પણ આ કાફેની થીમ ટોયલેટ આધારિત છે. એટલે કે અહીં ડાઇનિંગ ટેબલ તો છે જ પરંતુ બેસવા માટે ચેઇર નહીં ટોયલેટ કબનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાફે સાબરમતી ગાંધી આશ્રમ પાસે આવેલા સફાઇ વિદ્યાલયમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં માત્ર ત્યાંના કર્મચારીઓ જ ચા-નાસ્તાની મજા માણી શકે છે.

આનંદીબેન પટેલના જમાઈ અહીં સફાઇ શાળાના ડાયરેક્ટર છે. તેની સ્થાપના 1967માં ઇશ્વરભાઇ પટેલે કરી હતી. પહેલા તેણે ટોયલેટ થીમ પર સ્કૂલનો બગીચો બનાવ્યો. એ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે સફાઇ કામદારો તરફ ખરાબ નજરથી જોનારા લોકોના વલણમાં પરિવર્તન આવે. બાદમાં સફાઇ શાળાના ડિરેક્ટર બન્યા પછી જયેશ પટેલે આ બગીચાને ટોઇલેટ કેફેમાં ફેરવ્યો. જયેશ પટેલ ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના પતિ છે.’

દેશનું પ્રથમ ટોયલેટ સેલિબ્રિટિઝને પણ આકર્ષિત કરે છે. આ કાફેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, મહાનાયક અમિતાભ બચ્ચન, દલાઇ લામા જેવી હસ્તીઓ પણ આવી ચૂકી છે. કાફેના કો-ઓર્ડિનેટર અરવિંદ પટેલ કહે છે કે, ‘ઘરે શૌચાલય બનાવવાનો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ પ્રસરાવવા કાર્ય કરતા પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલે 1967માં ટોયલેટ ગાર્ડન બનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન