See photos of mohena kumari married with son of satpal ji
  • Home
  • Photo Gallery
  • ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રીએ કેબિનેટ મંત્રીના દીકરા સાથે ફર્યા ફેરા, જુઓ લગ્નની તસવીરો

ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રીએ કેબિનેટ મંત્રીના દીકરા સાથે ફર્યા ફેરા, જુઓ લગ્નની તસવીરો

 | 11:54 am IST

સ્ટાર પ્લસના શો યે રિસ્તા ક્યા કહેલાતા હે સિરિયલમાં કિર્તીનો રોલ કરનારી અને ઘર ઘરમાં ફેમસ એવી અભિનેત્રી મોહિના કુમારી સિંહ 14 ઓક્ટોબરે લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ છે. મોહિના રીવા રાજધરાનેની રાજકુમારી છે. તેણે સુયશ રાવત સાથે સાત ફેરા લીધા. સુયસ રાવત ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાતમિક ગૂરુ સતપાલ મહારાજનો નાનો દીકરો છે. શાહી અંદાજમાં આ લગ્ન થયા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

બાબા રામદેવ અને ઉર્વશી રૌતેલા સહિત કેટલીય હસતીઓ આ લગ્નમાં સામેલ થઈ હતી. ફેન્સને અભિનેત્રીનો આ લૂક ખુબ જ પસંદ પડ્યો છે. લગ્નની તસવીરોમાં મોહિના ઘૂંઘટમાં જોવા મળી રહી છે. જો કે આ પહેલા મોહિનાએ જણાવ્યું હતું કે તે રાજપુતી લિબાસમાં જોવા મળવાની છે. તો જુઓ અહીં લગ્નની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન