See photos world most tallest giraffe in australia guinness world record
  • Home
  • Featured
  • PHOTOS: આ છે વિશ્વનો સૌથી ઉંચો જિરાફ, લંબાઈ માપવા માટે ગિનીસ બુકવાળાને પણ પરસેવો વળી ગયો!

PHOTOS: આ છે વિશ્વનો સૌથી ઉંચો જિરાફ, લંબાઈ માપવા માટે ગિનીસ બુકવાળાને પણ પરસેવો વળી ગયો!

 | 5:43 pm IST

ઓસ્ટ્રેલિયાના એક ચિડિયાઘરમાં રહેનાર જિરાફે ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ફોરેસ્ટ નામના આ જીરાફની ઉંમર 12 વર્ષ છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે ફોરેસ્ટ એ વિશ્વનો સૌથી ઉંચો જીવીત જિરાફ ઘોષિત થયેલ છે. ફોરેસ્ટની લંબાઈ માપવી ખૂબ જ કઠિન રહી. ગિનીસ વર્લ્ડના રેકોર્ડ્સના કર્મચારીઓએ આ જીરાફની લંબાઈના માપન માટે એક ખાસ ખંભો બનવ્યો હતો. ફોરેસ્ટની લંબાઈ 18 ફૂટ 8 ઇંચ છે.

ઓસ્ટ્રેલિયન સંરક્ષણવાદી સ્ટીવ ઇરવિનનો પરિવાર આ ફોરેસ્ટની દેખરેખ રાખે છે. ફોરેસ્ટ નામનો આ જીરાફ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ઝૂમાં રહે છે. પ્રાણી સંગ્રહાલયનું સંચાલન ઓસ્ટ્રેલિયન સંરક્ષણવાદી સ્ટીવ ઇરવિનના પરિવાર દ્વારા કરવામાં આવે છે. ફોરેસ્ટે તેની ઉંચાઇને કારણે ગિનીસ રેકોર્ડ બનાવ્યો, તેથી સ્ટીવ ઇરવિનની પુત્રી બિંદી ઇરવિન દ્વારા તેની ઘોષણા કરવામાં આવી હતી. દર વર્ષે લગભગ 7 લાખ લોકો આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે.

બિંદી ઇરવિનના જણાવ્યા અનુસાર ફોરેસ્ટનો જન્મ 2007માં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ઝૂમાં થયો હતો. લગભગ બે વર્ષ પછી જીરાફને નવા મકાનમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યો. બિંદીએ કહ્યું કે અમારા ઝૂમાં ફોરેસ્ટ એકમાત્ર પુરુષ જિરાફ છે. તેની ઉંચાઈ અન્ય બે જિરાફ કરતાં ઘણી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન