See Pics, seen in 'brussels' streets Anushka latest Pics Viral
  • Home
  • Featured
  • પતિ વિરાટ વગર ‘બેલ્જિયમ’ની ગલીઓમાં ફરતી જોવા મળી અનુષ્કા, જુઓ Pics

પતિ વિરાટ વગર ‘બેલ્જિયમ’ની ગલીઓમાં ફરતી જોવા મળી અનુષ્કા, જુઓ Pics

 | 2:50 pm IST


બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દુનિયાના ફેવરિટ કપલમાંથી એક છે. આ બન્નેનો સંબંધ ખાસ છે. બન્ને એક બીજા માટે સમય નીકાળે છે. આ બન્ને તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી રજા લઇને એક બીજાની સાથે સમય પસાર કરે છે. ભલે તે લોકોને અલગ-અલગ દેશમાં ટ્રાવેલ કેમ ન કરવું પડે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી વર્લ્ડ કપ 2019માં વ્યસ્ત છે. ત્યારે અનુષ્કા વિરાટને મળવા અને કામ માટે ઇંગ્લેન્ડ ગઇ હતી, પરંતુ તે પતિ વિરાટથી દૂર બેલ્જિયમમાં ફરી રહી છે.

અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ફોટો શેર કર્યા છે. જેમા તે બ્રશલ્સની ગલીઓમાં ફરતી નજરે પડી રહી છે. રિપોર્ટ અનુસાર અનુષ્કા અને વિરાટ લંડનમાં જ છે. પરંતુ બન્ને તેમના કામમાં વ્યસ્ત છે. કારણકે BCCI એટલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી જારી કરવામાં આવેલા નિર્દેશો મુજબ ક્રિકેટર્સ અને તેમની પત્નીઓ માત્ર 15 દિવસ સુધી જ સાથે રહી શકે છે. BCCIના નિયમને ફૉલો કરતા અનુષ્કા બ્રશલ્સમાં તેની ફિલ્મની શુટિંગ માટે આવી ગઇ છે અને અંહીથી તેણે તેની તસવીરો શેર કરી છે. તસવીરમાં અનુષ્કાએ બ્લેક પેન્ટ અને ડેનિમ જેકેટમાં નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન