See The Beautiful Photos Of Katrina Kaif On Holi
  • Home
  • Featured
  • Photos: ધૂળેટી પર કેટરીનાનો આ લૂક જોઇ તમારો ચહેરો થઈ જશે ગુલાબી, જુઓ શાનદાર Pics

Photos: ધૂળેટી પર કેટરીનાનો આ લૂક જોઇ તમારો ચહેરો થઈ જશે ગુલાબી, જુઓ શાનદાર Pics

 | 10:28 pm IST

બોલીવુડમાં હોળીનો તહેવાર ‘જૂમ હોલી ફેસ્ટિવલ’ વગર અધુરો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂમ હોલી ફેસ્ટે ધૂમ મચાવી દીધી. જૂમ ફેસ્ટમાં બાદશાહ, કટરીના કૈફ, જસલીન રૉયલે પરફૉર્મ કર્યું હતુ. આ દરમિયાન બાદશાહે સ્પેશિયલ પરફૉર્મન્સ આપ્યું હતુ. આ ઉપરાંત કેટરીના કૈફે પણ સ્પેશિયલ મેસેજ આપ્યો હતો. બાદશાહે પોતાનું જાણીતુ ગીત ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ’ ગાયું હતુ. આ ઉપરાંત અર્જુન કનાંગોએ પણ સ્પેશિયલ પરફૉર્મન્સ આપ્યું હતુ. જસલીન રૉયલે પોતાનું ફેમસ સૉન્ગ ‘નચદે ને’ ગાયું હતુ.

આ ઉપરાંત આસ્થા ગિલે પણ સ્પેશિયલ પરફૉર્મન્સ આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલને સિદ્ધાર્થ કાનને હૉસ્ટ કર્યો હતો. કેટરીના કૈફ આ ફેસ્ટિવલમાં પિંક સ્કટર્ અને બ્લેક પ્રિંટેડ ટૉપ પહેરીને આવી હતી. આ દરમિયાન સ્ટેજ પર તેણે ડાંસ પણ કર્યો હતો. કેટરીનાએ પોતાના ફેન્સને મેસેજ આપતા કહ્યું કે, “સૌને હોળીની શુભકામનાઓ.” આ ફેસ્ટિવલમાં વિદ્યુત જામવાલ, સુમીત વ્યાસ, મલ્લિકા દુઆ, નમ્રતા પુરોહિત, શ્રેયા ધનવંતરી અને અમાયરા દસ્તૂર પણ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન