See The Beautiful Photos Of Vahbbiz Dorabjee
  • Home
  • Featured
  • Photos: વાહબિઝ દોરાબજીની આ તસવીરો પર ચોંટી રહેશે નજર, પતિથી થઇ ચુકી છે અલગ

Photos: વાહબિઝ દોરાબજીની આ તસવીરો પર ચોંટી રહેશે નજર, પતિથી થઇ ચુકી છે અલગ

 | 6:23 pm IST

ટીવીનું સૌથી ફેમસ કપલ વાહબિઝ દોરાબજી અને વિવિયન ડિસેના અલગ થઇ ગયા છે. બંનેએ છૂટાછેડા લીધા સૌ કોઇ ચોંકી ગયા હતા. વિવિયન સાથે અલગ થયા બાદ વાહબિઝનું નામ પંકિત ઠક્કર સાથે જોડાયું હતુ. જો કે બંનેએ આ સમાચારોને ફક્ત અફવા ગણાવ્યા હતા અને બંને ફક્ત દોસ્ત છે તેવું કહ્યું હતુ. બાહબિઝ દોરાબજી અત્યારે પોતાના બૉલ્ડ અવતારનાં કારણે ચર્ચામાં છે. તેણે ‘બહૂ હમારી રજનીકાંત’માં મહત્વની ભૂમિકા નીભાવી હતી. વાહબીજ દોરાબજીનાં બોલ્ડ ફૉટો્સ તેના ફેન્સને ઘણા જ પસંદ આવી રહ્યા છે.

બીજી તરફ સમાચાર છે કે વાહબિઝનાં પૂર્વ પતિ વિવિયનનું ફરી એકવાર દિલ તુટ્યું છે. વાહબિઝ સાથે અલગ થયા બાદ વિવિયનનું નામ ગરિમા જૈન સાથે જોડાયું હતુ. જો કે ગરિમા જૈન સાથે પણ વિવિયનનું બ્રેકઅપ થયું હોવાના સમાચાર છે. આ વિશે ગરિમાએ આ વિશે કંઇપણ કહેવાની ના કહી દીધી હતી. તેણે કહ્યું કે, “હું કંઇપણ કહેવા નથી ઇચ્છતી. સાથે જ હું નથી ઇચ્છતી કે મારું નામ વિવિયન સાથે જોડાય.” વિવિયન ડીસેનાએ વર્ષ 2017માં પોતાની પત્ની વાહબિઝ દોરાબજીથી છૂટાછેડા લઇ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન