See The Beautiful Photos Of Wife Of Andre Russell
  • Home
  • Featured
  • Photos: બોલીવુડની સુંદરીઓથી પણ સુંદર છે આ ક્રિકેટરની પત્ની, જોઇલો ‘વિસ્ફોટક’ તસવીરો

Photos: બોલીવુડની સુંદરીઓથી પણ સુંદર છે આ ક્રિકેટરની પત્ની, જોઇલો ‘વિસ્ફોટક’ તસવીરો

 | 8:21 pm IST

કોલકાતા નાઇટ રાઇડર્સનાં કેપ્ટન દિનેશ કાર્તિકનું કહેવું છે કે, “વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ જે રીતે IPL દરમિયાન પોતાના વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, મેદાનની બહાર તે પોતાની ફેશનથી લોકોનું દિલ જીતે છે. વિદેશી ખેલાડીઓમાં રસેલને ફેશનની સારી સમજ છે. તો આ મામલે રસેલની પત્ની જેસિમ લોરા પણ કમ નથી. લોરા ઘણી જ બ્યૂટીફુલ અને ઘણી જ હૉટ છે. લોરા મૉડલ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

આન્દ્રે રસેલની વિસ્ફોટક બેટિંગની માફક તેની પત્ની લોરાની અદાઓ પણ વિસ્ફોટક છે. આન્દ્રે રસેલે 2016માં જેસિમ લોરા સાથે લગ્ન કર્યા હતા. જેસિમ અને રસેલને એક દીકરી પણ છે. લોરાનું ઇન્સ્ટાગ્રામ પેજ સુંદર તસવીરોથી ભરાયેલું પડ્યું છે. જણાવી દઇએ કે 29 એપ્રિલ 1988નાં રોજ જન્મેલો રસેલ જમૈકાનો ક્રિકેટર છે, જે વેસ્ટઇન્ડીઝ તરફથી રમે છે. આન્દ્રે રસેલને દુનિયાનાં સૌથી વિસ્ફોટક ઑલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે.

આન્દ્રે રસેલે 2012માં IPLમાં રમવાની શરૂઆત કરી હતી. આન્દ્રે રસેલને IPLની 12મી સીઝનમાં કેકેઆરે 8.5 કરોડમાં રીટેન કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન