See the first look of gangubai kathiawadi in alia bhatt
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારતમાં ઓફિશિયલ કોઠો ખોલનારી પહેલી મહિલા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના વેશમાં આલિયા ભટ્ટ

ભારતમાં ઓફિશિયલ કોઠો ખોલનારી પહેલી મહિલા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના વેશમાં આલિયા ભટ્ટ

 | 12:22 pm IST

જ્યારથી જ એવું કહેવામાં આવ્યું કે, ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા જોવા મળવાની છે ત્યારથી બસ લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે તેનો પહેલો લૂક સામે આવી ગયો છે. આલિયા એકદમ નવા જ લૂકમાં જોવા મળી રહી છે. હાલમાં આલિયાએ ઈન્સ્ટા પર બે ફોટોઝ શેર કર્યા છે.

એક તસ્વીરમાં તે સાડી પહેરીને માથા પર લાલ ચાંદલા સાથે જોવા મળી રહી છે. આ તસ્વીરમાં આલિયાનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. તેમજ બીજા લુકમાં આલિયાએ De-glam અવતાર લીધો છે. વચ્ચે માંગ ભરીને બે ચોટલા સાથે હાથમાં બંગડી અને વધારે કાજલ લગાવી આલિયા ખૂબ સુંદર દેખાઈ રહી છે.

આલિયા ભટ્ટ માટે માફિયા ક્વીન લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આલિયાના બન્ને લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. એક બીજી પણ ખબર છે કે, આ ફિલ્મમાં અજય દેવગણનો ખાસ રોલ રહેશે. આ વિશે ટૂંક સમયમાંજ ઓફિશયલ જાહેરાત કરવામાં આવશે. આલિયાએ લખ્યુ છે કે- એક નામ જે તમે સાંભળ્યું હશે પરંતુ તેની વાર્તા તમે નહીં સાંભળી હોય. આ ખૂબ ખાસ થવાની છે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં 11 સપ્ટેમ્બર 2020એ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થશે.

કોણ છે ગંગુબાઈ કાઠિયાવાડી

ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈમાં હીરામંડી નામની જગ્યાએ કોઠો ચલાવતી હતી. તે દેશના જુદા જુદા શહેરોમાં ફ્રેન્ચાઇઝી કોઠા ખોલનાર પ્રથમ વ્યાવસાયિક મહિલા પણ હતી. એવું કહેવામાં આવે છે કે 60ના દાયકામાં ગંગુબાઈનું એટલું વર્ચસ્વ હતું કે તેમની સામે કોઈ અવાજ ઉઠાવતા પણ ડરતાં હતા. તેની સામે બોલવું હોય તો સો વખત વિચારીને બોલતું. તેને મુંબઈની ક્વિન ઓફ માફિયા કહેવામાં આવતી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરતના કામરેજમાં ડબલ મર્ડરથી ચકચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન