ટીમ ઇન્ડિયાને સેહવાગે આપી આવી સલાહ, જીતવાની શક્યતા ફક્ત ૩૦ ટકા – Sandesh
NIFTY 10,423.15 +44.75  |  SENSEX 33,940.29 +165.63  |  USD 64.4950 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાને સેહવાગે આપી આવી સલાહ, જીતવાની શક્યતા ફક્ત ૩૦ ટકા

ટીમ ઇન્ડિયાને સેહવાગે આપી આવી સલાહ, જીતવાની શક્યતા ફક્ત ૩૦ ટકા

 | 4:53 pm IST

કેપટાઉનમાં 72 રને મળેલી હાર સાથે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોને આફ્રિકન બોલરો સામે સંઘર્ષ કરવો પડયો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 209 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગમાં માત્ર 135 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

જેને કારણે ટીમના દિગ્ગજ ખેલાડીઓના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યા છે. આ સમયે વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટ સિરીઝમાં વાપસી માટે સલાહ આપી છે કે, બેટિંગ દમિયાન ઓફ સ્ટંમ્પની બહાર જતા બોલને વધુમાં વધુ છોડવા જઇએ.

સેહવાગે કહ્યું કે, મારી ભારતીય બેટ્સમેનોને સલાહ છે કે, તેઓ ઓફ સ્ટંમ્પની બહાર જતા બોલને છોડી દે. જેટલું સીધા બેટથી રમી શકાય છે તેટલું રમવું જોઇએ. તમારે સ્ટ્રેટ ડ્રાઇવ અને ફ્લિક જેવા શોટ્સ પર વધુ નિર્ભર રહેવું પડશે. વિરોધી બોલરો તરફથી શોટપીટ બોલ માટે પણ તૈયાર રહેવું જોઇએ.

સેહવાગે કહ્યું કે, ટેનિસ બોલને પણ સાઉથ આફ્રિકામાં ઉછાળ મળે છે, તેવામાં બેસ્ટમેનનું બોલ્ડ થવું મુશ્કેલ હોય છે. આ સમયે સકારાત્મક માનસિકતા સાથે ત્રણ રન પ્રતિ ઓવરની એવરેજથી સ્કોર વધારવો જોઇએ. સેહવાગે માન્યું છે કે, કેપટાઉનમાં ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમની સિરીઝમાં વાપસીની શક્યતા 30 ટકાની આસપાસ છે. હવેની મેચમાં ભારતે છ બેટિંગ સ્પેશિયાલિસ્ટ અને ચાર બોલરો સાથે મેદાને ઊતરવું જોઇએ.

રોહિત શર્મા અને શિખર ધવનનો બચાવ કરતાં સેહવાગે કહ્યું કે, ભલે તેઓ કેપટાઉનમાં ફેલ ગયા પરંતુ તેઓ ઝડપથી રન બનાવી શકે તેમ હોવાથી સેન્ચુરિયન ટેસ્ટમાં પણ સ્થાન આપવું જોઇએ.