Sehwag Said That Selectors Did Not Asked Him About His Plan
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીનાં રિટાયરમેન્ટ પર પોતાના સમયનાં સિલેક્ટર્સ પર ભડક્યો સેહવાગ, કહ્યું “મને પુછ્યું હતુ?”

ધોનીનાં રિટાયરમેન્ટ પર પોતાના સમયનાં સિલેક્ટર્સ પર ભડક્યો સેહવાગ, કહ્યું “મને પુછ્યું હતુ?”

 | 6:53 pm IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાની સફર સેમિ-ફાઇનલમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. સેમિ-ફાઇનલ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે ટીમ ઇન્ડિયા જો ફાઇનલમાં પહોંચીને ખિતાબ જીતવામાં સફળ રહે છે તો મહેન્દ્ર સિંહ ધોની પોતાના સંન્યાસની જાહેરાત કરી શકે છે. જો કે ના તો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં જગ્યા બનાવી શકી અને ના મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસની જાહેરાત કરી. હવે 3 ઑગષ્ટથી ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ પ્રવાસની શરૂઆત કરશે. તેના માટે 19 જુલાઈનાં ટીમની જાહેરાત કરવામાં આવશે.

સેહવાગે સંદીપ પાટિલને સંભળાવ્યું ચોખ્ખે ચોખ્ખુ

જો કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે બીસીસીઆઈ ધોનીને જબરદસ્તીથી સંન્યાસ અપાવવાનાં મૂડમાં છે. ભારતીય ક્રિકેટ પ્રશંસકોનો બહુ મોટો વર્ગ ઇચ્છે છે કે ધોની હજુ ક્રિકેટ રમે. એક ટીવી ચેનલ પર ધોનીનાં સંન્યાસને લઇને થઈ રહેલી ચર્ચાઓ દરમિયાન વિરેન્દ્ર સેહવાગે પોતાના સમયનાં પસંદગીકાર સંદીપ પાટિલ પર રોષ ઠાલવ્યો.

સેહવાગે કહ્યું, “મને નહોતુ પુછ્યું કે મારો પ્લાન શું છે”

સેહવાગે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, “એમએસ ધોની ખુદ નિર્ણય કરે કે આ તેની અંતિમ સીરીઝ છે અને આ સીરીઝ રમીને તે રિટાયર થઇ જશે. સિલેક્ટર્સનો નિર્ણય એ છે કે તેઓ ધોનીને જણાવે કે અમે તમને વિકેટકીપર બેટ્સમેન તરીકે આગળ નથી જોઇ રહ્યા. તમે અમને તમારો પ્લાન જણાવો. કાશ, મને પણ પુછી લેવામાં આવ્યું હોત કે મારો પ્લાન શું છે, તો હું પણ જણાવી દેતો કે મારો પ્લાન શું છે, પરંતુ આવુ નહોતુ થયુ.”

ખેલાડીને ડ્રૉપ કર્યા બાદ તેને ના પુછવું જોઇએ કે તેનો હવેનો પ્લાન શું છે

આના પર સંદીપ પાટિલે કહ્યું કે તેમણે પોતાના સાથી સિલેક્ટર વિક્રમ રાઠોડને વીરૂ સાથે વાત કરવા જણાવ્યું હતુ. આના પર સેહવાગે કહ્યું કે, “રાઠોડે મારી સાથે ત્યારે વાત કરી જ્યારે મને ડ્રૉપ કરવામાં આવ્યો. ડ્રૉપ કર્યા બાદ આ વાતો મહત્વ નથી રાખતી. જો ધોનીને ડ્રૉપ કર્યા બાદ એમએસકે પ્રસાદ તેને પુછે કે તમારો પ્લાન શું છે? તો પછી ધોની શું કહશે? ત્યારે તો તે ડ્રૉપ થઇ જ ગયો છે અને કહેશે કે હું ફર્સ્ટ ક્લાસ રમીશ અને રન બનાવું તો લઇ લેજો ટીમમાં.”

દિગ્ગજ ક્રિકેટરોનાં મતે ધોનીએ હવે લઇ લેવો જોઇએ સંન્યાસ

જણાવી દઇએ કે ધોનીને લઇને સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને કપિલ દેવ જેવા પૂર્વ ભારતીય ક્રિકેટર સતત પોતાની વાત રાખી રહ્યા છે. આ દિગ્ગજોનું માનવું છે કે ધોનીને હવે સંન્યાસ લઇને ભવિષ્યની તરફ જોવું જોઇએ. ધોનીની કેપ્ટનશિપમાં ભારત 2007નો ટી-20 વર્લ્ડ કપ અને વર્ષ 2011માં 50-50 ફૉર્મેટનો વર્લ્ડ કપ જીતમાં જીતવામાં સફળ રહ્યું હતુ. તો ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ઇંગ્લેન્ડને 3 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રૉફી 2013નો ખિતાબ પોતાના નામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન