Selectors give Chance to Dinesh Karthik for Worldcup 2019
  • Home
  • Sports
  • Cricket
  • જાણો ઋષભ પંતનું કેમ કપાયું પત્તુ ને કાર્તિકને કેમ મળી વર્લ્ડ કપની ટિકિટ

જાણો ઋષભ પંતનું કેમ કપાયું પત્તુ ને કાર્તિકને કેમ મળી વર્લ્ડ કપની ટિકિટ

 | 7:29 pm IST

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે અને ટીમ મેનેજમેન્ટે અતિરિક્ત વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક પર વિશ્વાસ દાખવ્યો છે. ઉપરાંત નંબર ચાર માટે પસંદગીકારોએ અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને તક આપી છે.

દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવા પર પસંદગીકારોએ કહ્યું કે ઋષભ પંતના નામ પર ઘણી ચર્ચા થઈ પરંતુ વિકેટકીપિંગ સ્કિલ્સ, અનુભવ અને એક ફિનિશરની ભૂમિકાને ધ્યાનમાં રાખતા કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે,‘ઋષભ પંત વિરુદ્ધ કોઈ વાત નથી અને આ યુવા ખેલાડીના નામ પર અમે છેલ્લા એક મહિનામાં ઘણી ચર્ચા કરી છે. જોકે બધા પક્ષોને ધ્યાનમાં લીધા બાદ વિચારણા કરી કે દિનેશ કાર્તિકનો અનુભવ અને વિકેટકીપિંગ ક્ષમતા ટીમ માટે વધુ ઉપયોગી સાબિત થશે. ઉપરાંત કાર્તિક એક અનુભવી ખેલાડી છે તેઓ રસાકસીના સમયે સારા ફિનિશરની ભૂમિકા ભજવે છે.’

ઉલ્લેખનીય છે તમિલનાડુના આ વિકેટકીપરે બેટ્સમેન તરીકે પણ ટીમના મિડલ ઓર્ડરનો ભાર ઘણી વખત સારી રીતે ઉઠાવ્યો છે. કાર્તિકે ઘણી વખતે ટીમ ઈન્ડિયાને સરળતાથી જીત અપાવી છે અને જરૂરિયાત સમયે તેની હિટિંગ સ્ટ્રેંથ પર બતાવી છે. કોલંબોમાં રમાયેલ નિદાહાસ ટ્રોફીના ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ સામે કાર્તિકની 8 બોલમાં 29 રનની નોટઆઉટ પારીએ ભારતીય ટીમને મેચ વિજેતા બનાવી હતી. ઉપરાંત કાર્તિક મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. પસંદગીકારોએ આ પણ કહ્યું કે પંતમાં ઘણી પ્રતિભા છે અને અમારા માટે પણ દુખદ છે કે તેને અમે ટીમમાં સામેલ નથી કરી શક્યા, પરંતુ તેની પાસે ઘણો સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન