- Home
- Photo Gallery
- જિમમાં 1 કલાકના આટલા રૂપિયા ખર્ચે છે આ અભિનેત્રી, રૂટીન ફી જાણીને ચોંકશો

જિમમાં 1 કલાકના આટલા રૂપિયા ખર્ચે છે આ અભિનેત્રી, રૂટીન ફી જાણીને ચોંકશો
Photo Gallery

અમુક સેલિબ્રિટી પોતાના કપડા પર લાખો રૂપિયા ખર્ચા કરે છે, તો અમુક સેલિબ્રિટી ઘર અને લાઇફ સ્ટાઇલ પર... તો અમુક એવા પણ હોય છે જે પોતાની ફિટનેસ પર રૂપિયા પાણીની જેમ વહાવે છે. જાણીતી સિંગર અને અભિનેતા સેલેના ગોમેજ તે સેલેબ્સમાંથી એક છે. જો તમે પણ તેની બોડીના દિવાના છો અને એવી ફિટનેસ મેળવવા માંગો છો તો તમને જણાવી દઇએ કે તેની ડિલ ઘણી મોંઘી છે.

સેલેના પોતાના વર્ક આઉટ રૂટીનને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેને જિમમાં પોતાનો પર્સનલ ટ્રેનર રાખ્યો છે. આ ટ્રેનરને એક કલાક માટે જેટલા રૂપિયા મળે છે તેટલા રૂપિયા તો કદાચ કોઇનો એક મહિનાનો પગાર હશે.

હવે જો તમે કંઇ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઇએ કે, સેલેના એક કલાકના 300 ડોલર આપે છે. 300 ડોલર એટલે કે એક કલાક માટે લગભગ 20,989 રૂપિયા આપે છે. તો તમે સમજી શકો છો કે સેલેના જિમ અને રૂટિન કાર્યો પાછળ કેટલા રૂપિયા ખર્ચો કરે છે.

જો કે, ફિટનેસની ટ્રેડમિલ પર દોડી રહેલી સેલેના ગત દિવસોમાં ખરાબ સ્વાસ્થ્યને લઇને અહેવાલોમાં હતી. તેમણે લ્યૂપસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. ખરાબ સ્વાસ્થ્ય અને સારવાર દરમિયાન થનારી મુશ્કેલીઓનો સામનો કરતા સેલેના ગત મહિને જ પોતાના ઘરે પાછી ફરી છે.

હેલ્થ અને ફિટનેસ સિવાય સેલેનાની પર્સનલ લાઇફ પણ અહેવાલોમાં રહે છે. પહેલા બોયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે બ્રેકઅપ થયા બાદ સેલેનાની ડીજે જેટ સાથે ડેટ કરી રહી હોવાના અહેવાલો વરતા થયા હતા. તેના સિવાય વર્ષ 2008માં સેલેના ગોમેજનું નામ નિક જોનસની સાથે પણ જોડાઇ ચૂક્યું છે.