આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી - Sandesh
  • Home
  • Mehsana
  • આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી

 | 4:15 am IST

મહેસાણા, તા.૧

મહેસાણા ખાતે ગઈ કાલે બપોરે ૩.૩૦ કલાકે રાજમહેલ કંમ્પાઉન્ડમાં કેન્ટીન આગળ કારમાં આવી જવલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ખેરાલુના પેટા કોન્ટ્રાકટર વિરુધ્ધ મહેસાણા એ ડિવિજન પોલીસે ગુનો નોંધ્યો છે. નાણાં વસૂલવા કંપનીના માલિક અને સરકારી તંત્રને બાનમાં રાખી મોતની ધમકી આપી નાણાં બળજબરી પૂર્વક કઢાવી લેવાનો આરોપ મુકાયો છે. આત્મવિલોપનની કોશીશ કરનારને કારમાં લઈ આવનાર શખસની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમના પત્નીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ મહેસાણા એ ડિવિજન પોલીસ મથકના સબ ઈન્સ.એમ.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.

કેસની વિગત અનુસાર ખેરાળુ ખાતે રહેતા રાઠોડ પ્રભુદાસ સોમદાસે ખેરાળુ નગરપાલિકાનું પાણી પુરવઠાનું કામ રૂ.ર કરોડનું રાખ્યું હતું. ત્યારબાદ, પેટા કોન્ટ્રાકટ આપનાર ફ્રિફકો કંપનીએ તેમને કોન્ટ્રાકટરમાંથી છુટા કર્યા હતા. આ કામ પેટે રૂ.૭૮ લાખ લેવાના નીકળતા હોવાનું કહી રાઠોડ પ્રભુદાસે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેમણે કંપનીના માલિક અને સરકારી તંત્રને બાનમાં લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી.

આ ઘટનાથી માહિતગાર હોવા છતાં વડોદરા જિલ્લામાં બીલાપુર ખાતે રહેતા મુળ ખેરાળુમાં રહેતા રાઠોડ તુલસીદાસ અમૃતલાલ પોતાની ગાડીમાં બેસાડી મહેસાણા કોર્ટમાં લઈ આવ્યા હતા. જ્યાં પ્રભુદાસ રાઠોડે પોતાના શરીર ઉપર જવલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાની કોશીશ કરી હતી. આ કેસમાં તુલસીદાસ રાઠોડની અટકાયત કરવામાં આવી છે. તેમજ રાઠોડ પ્રભુદાસ અને નયનાબેન તુલસીદાસ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.