Self God Nithyananda buys an island, creates his own country
  • Home
  • Featured
  • લ્યો બોલો! ભાગેડુ નિત્યાનંદે ઈકવાડોર નજીક કૈલાસ નામનો પોતાનો દેશ જ બનાવી દીધો

લ્યો બોલો! ભાગેડુ નિત્યાનંદે ઈકવાડોર નજીક કૈલાસ નામનો પોતાનો દેશ જ બનાવી દીધો

 | 12:21 am IST

જાતે બની બેઠેલા વિવાદાસ્પદ ગોડમેન નિત્યાનંદ સામે કર્ણાટકમાં મહિલાઓ પર બળાત્કારનાં થયેલા કેસથી પોતાની જાતને બચાવવા પાસપોર્ટ વિના જ ભારતમાંથી ભાગી ગયા હતા. હવે તેઓ પોતાની માલિકીનાં એક નવા દેશમાંથી મળી આવ્યા છે. આ દેશનું નામ કૈલાસ છે અને તેઓ આ દેશનો પોતાનો પાસપોર્ટ પણ ધરાવે છે. નિત્યાનંદે આ નવા દેશની વેબસાઈટ પણ બનાવી છે અને તેને પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું છે. એક બિનસત્તાવાર અહેવાલો મુજબ નિત્યાનંદે મધ્ય લેટિન અમેરિકામાં ઈક્વાડોર નજીક પોતાનાં નામે એક ટાપુ ખરીદયો છે અને આ નવા સ્વતંત્ર દેશનું નામ કૈલાસ રાખ્યું છે.

કૈલાસ દેશ હિન્દુઓએ સ્થાપ્યો હોવાનો દાવો

વેબસાઈટમાં જણાવ્યા મુજબ કૈલાસ એ કોઈ સરહદો વિનાનો દેશ છે જેને વિશ્વમાંથી હાંકી કાઢવામાં આવેલા હિન્દુઓ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. જેઓ પોતાનાં દેશમાં જ હિન્દુવાદનો સત્તાવાર રીતે પ્રસાર અને પ્રચાર કરવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે તેવા લોકો આ દેશમાં છે. આ દેશનો પોતાનો પાસપોર્ટ છે જેનો નમૂનો તેમણે ઓનલાઈન મુક્યો છે.

નવા દેશ કૈલાસમાં મંદિર આધારિત ઈકોસિસ્ટમ નવા દેશ કૈલાસમાં મંદિર આધારિત ઈકોસિસ્ટમ છે. થર્ડ આઈથી વિશેષ સાયન્સ છે અને યોગ,મેડિટેશન તેમજ ગુરુકુળને લગતી શિક્ષણ વ્યવસ્થા છે. અહીં વિશ્વનાં લોકોને મફત હેલ્થકેર, મફત શિક્ષણ અને મફત અનાજ આપવામાં આવે છે. લોકોની જીવનશૈલી મંદિર આધારિત છે. નિત્યાનંદ હવે લોકોને આ દેશનાં નાગરિક બનવા આમંત્રણ આપી રહ્યા છે અને દેશને ચલાવવા દાન પણ માગી રહ્યા છે.

બેંગ્લુરુ નજીક આશ્રમ સ્થાપ્યો

નિત્યાનંદનું સાચુ નામ રાજશેખરન છે અને તેનું વતન તામિલનાડુ છે. વર્ષ 2000માં બેંગ્લુરૂ નજીક આશ્રમ સ્થાપ્યા પછી તેઓ જાણીતા બન્યા હતા. તેમના અનુયાયીઓ પહેલા ઓશો રજનીશનાં શિષ્યો હતા. 2010માં એક હિરોઈન સાથેનો તેમનો આપત્તિજનક વીડિયો વાઈરલ થયા પછી તેઓ પ્રકાશમાં આવ્યા હતા. આ પછી તેમનાં પર બળાત્કારનો કેસ કરાયો હતો અને તેમની ધરપકડ કરાઈ હતી.

અમદાવાદ નજીકનાં આશ્રમનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું

ગયા મહિને ગુજરાતનાં અમદાવાદ નજીકનાં આશ્રમમાં યુવતીઓની જાતિય સતામણીનું સેક્સ સ્કેન્ડલ પ્રકાશમાં આવ્યું હતું આ પછી તેમની શોધખોળ કરાઈ ત્યારે ગુજરાત પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નિત્યાનંદ ભારત છોડીને ચાલ્યા ગયા છે. કર્ણાટક પોલીસનાં જણાવ્યા મુજબ નિત્યાનંદ 2018માં જામીન પર છુટયા પછી ભારત છોડીને ભાગી ગયા હોવા જોઈએ. તેમનો પાસપોર્ટ સપ્ટેમ્બર 2018માં પૂરો થઈ ગયો હતો. જે રિન્યુ કરાયો ન હતો. તેના આશ્રમમાં અનેક પાપલીલાઓ આચરવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન