આત્મનિર્ભરની લોનમાં કાંઈ સારાવાટ નથી, ભલે ને લાઇનો લાગી, બધી ખોટી વાત છે - Sandesh
  • Home
  • Gujarat
  • આત્મનિર્ભરની લોનમાં કાંઈ સારાવાટ નથી, ભલે ને લાઇનો લાગી, બધી ખોટી વાત છે

આત્મનિર્ભરની લોનમાં કાંઈ સારાવાટ નથી, ભલે ને લાઇનો લાગી, બધી ખોટી વાત છે

 | 1:13 am IST

। ગોંડલ ।

‘આત્મનિર્ભર’ ભારત અંતર્ગત ૧ લાખની લોન માટે ભાજપ સરકાર દ્વારા થયેલી જાહેરાત બાદ તેના ફોર્મ માટે સર્જાઈ રહેલી કતારો વચ્ચે સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના ભાજપના અગ્રણી અને ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન જયંતી ઢોલના એક ઓડિયોએ ખળભળાટ સર્જ્યા છે. જયંતિ ઢોલને એક અરજદાર રૂ.૧ લાખની લોન વિષે પૂછે છે તેના જવાબમાં તે એવું  કહે છે કે આમાં કાંઈ સારાવાટ નથી, બધી ખોટી વાતો છે- એ તો ત્યાં સુધી કહે છે કે સરકારને આમાં કાંઈ લેવા દેવા નથી.

મારો મતલબ એ હતો કે… : જયંતી ઢોલ

વાયરલ વીડિયો અંગે જયંતિભાઈ ઢોલનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે મારો કહેવાનો મતલબ એ હતો કે લોન અંગે પુરી સ્પષ્ટતા કરાઈ નથી. ગાઈડલાઈન પણ જાહેર નથી કરાઈ. યોગ્ય સ્પષ્ટીકરણ બાદ નાગરિક બેન્ક દ્વારા ફોર્મ વિતરણ કરાશે અને લાયક અરજદારને લોન અપાશે.

અરજદાર : ભાજપની સરકારે ઓલી જાહેરાત કરી એ ૧ લાખની લોનના ફોર્મનું શું ? ગોંડલમાં તો મળતા નથી.

જયંતિ ઢોલ : હજૂ તો વાર લાગશે…

અરજદાર : આવશે કે પછી ખોટી જાહેરાત છે

ઢોલ : ખોટી જ છે, એમાં સરકારને લેવાદેવા નથી, એમા કાઈ સારાવાટ નથી.

અરજદાર : પણ, ફોર્મ માટે લાઈનો લાગી છે.

ઢોલ : ભલે ને લાઈનો લાગી… આ બધું ખોટુ છે એમાં કાંઈ વાટ જોવા જેવું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;