હવે સ્માર્ટફોનને પણ બદલી શકાશે ડ્રોનમાં, સેલ્ફી લેવા માટે થશે ઉપયોગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • હવે સ્માર્ટફોનને પણ બદલી શકાશે ડ્રોનમાં, સેલ્ફી લેવા માટે થશે ઉપયોગ

હવે સ્માર્ટફોનને પણ બદલી શકાશે ડ્રોનમાં, સેલ્ફી લેવા માટે થશે ઉપયોગ

 | 1:11 pm IST

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો (CES 2018) દરમિયાન ટેક્નોલોજી કંપનીઓ પોતાના ઈનોવેશન અને પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. આ દરમિયાન કેટલીક એવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે જેમાં તેમાં એક એવો ફોન કેસ ડ્રોન છે. તે સેલ્ફી ડ્રોન છે, તેને લાસ વેગાસમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

SELFY Camera LLC નામની એક કંપની છે, જેની સાથે મળીને AEE એવિએશને તેનું ડેમોસ્ટ્રેશન બતાવ્યું છે. તે એક સ્માર્ટફોન કેસ છે જેમાં ડ્રોન કેમેરા લગાવામાં આવ્યા છે અને તેને સેલ્ફી ક્લિક કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. કંપનીના અનુસાર, વિશ્વમાં આ પ્રકારની પહેલી પ્રોડક્ટ છે.

કંપનીએ કહ્યું કે, ‘માત્ર એક બટન ટચ કરવાથી AEE SELFLY એક્શનમાં આવી જાય છે અને તમારી સેલ્ફી લેવા માટે તે ઉડે છે’. તેમજ દૂર જઈને અને જ્યાં તમારો હાથ નથી પહોંચતો ત્યા જઈને તે તમારી સેલ્ફી ક્લિક કરે છે. તેમજ તેના દ્વારા યૂઝર્સ સેલ્ફીનું એંગલ બદલી શકે છે અને સેલ્ફી સ્ટિકથી વધારે ઈફેક્ટિવ છે. તેમજ તે સ્માર્ટફોન જેવો હોવાથી તેને હંમેશા સાથે રાખી શકો છો.