Selling Of Petrol And Acid Ban In UP Before SC Hearing On Ayodhya
  • Home
  • Featured
  • અયોધ્યા મામલે ચુકાદા પહેલા UPમાં એલર્ટ, પેટ્રોલ – એસિડનાં વેચાણ પર પ્રતિબંધ

અયોધ્યા મામલે ચુકાદા પહેલા UPમાં એલર્ટ, પેટ્રોલ – એસિડનાં વેચાણ પર પ્રતિબંધ

 | 4:08 pm IST

અયોધ્યા વિવાદ પર નિર્ણયને લઇને ઉત્તર પ્રદેશ સરકાર એલર્ટ છે. ગાઝિયાબાદ તંત્રએ પેટ્રોલ, એસિડ સહિતનાં જ્વલનશીલ પદાર્થોનાં ખુલ્લા વેચાણ પર રોક લગાવી દીધી છે. ગાઝિયાબાદનાં એસડીએમ મુખ્યપ્રધાને શુક્રવારનાં આદેશ જાહેર કર્યો, જેનું પાલન ના કરવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ પોલીસ તંત્ર તરફથી ફ્લેગ માર્ચ નીકાળવામાં આવી રહી છે.

દેશમાં ક્યાંય અપ્રિય ઘટના ના બને તે માટે રાજ્યોને સૂચના

સુપ્રીમ કોર્ટનાં જજ રંજન ગોગોઈનાં 17 નવેમ્બરનાં રિટાયર થતા પહેલા અયોધ્યા મામલાનાં સંભવિત નિર્ણયને ધ્યાને લેતા કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહેવાનું કહ્યું છે. ગૃહ મંત્રાલયે યૂપી અને આસપાસનાં રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષાકર્મીઓ ગોઠવવા માટે કહ્યું છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે દેશમાં ક્યાંય પણ કોઈ અપ્રિય ઘટના ના બને.

ગુરૂવારનાં યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક કરી

ગૃહ મંત્રાલયે કાયદા વ્યવસ્થા બનાવેલી રાખવા રાજ્ય સરકારની સહાયતા માટે ઉત્તર પ્રદેશમાં અર્ધસૈનિક દળોની 40 કંપનીઓને ઉતારી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના તમામ મંત્રીઓને અયોધ્યા નિર્ણયનાં સંબંધમાં બિનજરૂરી નિવેદન આપવાથી બચવાનું કહી ચુક્યા છે. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિઓને લઇને ગુરૂવારનાં સમીક્ષા બેઠક કરી.

આમાં ડીજીપી ઓપી સિંહ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારી હાજર હતા. આ ઉપરાંત સીએમ યોગીએ તમામ જિલ્લાનાં ડીએમની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક પણ કરી. સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને ધ્યાને લઇને અયોધ્યામાં ખૂણે ખૂણે સુરક્ષાદળો ગોઠવવામાં આવ્યા છે.

આ વિડીયો પણ જુઓ: મહારાષ્ટ્ર સરકારને લઈ ભાજપ – શિવસેનામાં ખેંચતાણ ચાલુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન