selling Oldest 10 rupees indian notes and you will be earn money
  • Home
  • Business
  • તમારી પાસે છે આ રૂ.10ની નોટ? તો કોરોના કાળમાં ઘરે બેસી કરી શકશો હજારો રૂપિયાની કમાણી!

તમારી પાસે છે આ રૂ.10ની નોટ? તો કોરોના કાળમાં ઘરે બેસી કરી શકશો હજારો રૂપિયાની કમાણી!

 | 5:56 pm IST

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ(Corona Virus)ના કારણે લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જ્યારે કેટલાક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે કોરોના સંકટ(Corona Crisis)માં જો તમે પણ કમાણી કરવાની તક શોધી રહ્યાં છો તો તમારી પાસે ઘરે બેસીને 25 હજાર રૂપિયા સુધી કમાવવાનો ચાન્સ છે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી.

તમારી પાસે માત્ર 10 રૂપિયાની નોટ હોવી જોઈએ અને 25 હજાર રૂપિયા તમારા થઈ શકે છે. હાલ નવી નોટો લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. પરંતુ જૂની નોટો ચલણ(Currency)માંથી ગાયબ થઈ રહી છે. તેથી જો તમારી પાસે જૂની 10 રૂપિયાની નોટ છે તો તમે કમાણી કરી શકો છો. આપને જણાવી દઈએ અહીં જે 10 રૂપિયાના નોટની વાત થઈ રહી છે. તે ઘણા વર્ષો પહેલા ભારતમાં ચલણમાં હતી. મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટિશ ભારત(British India)માં એવી ઘણી નોટો હતી જેની હવે કોઈ પાસે જાણકારી પણ નહીં હોય.

માહિતી મુજબ પહેલા 10ની નોટ પર અશોક સ્તંભ(Ashoka Stambh) અને 3 મોં વાળા સિંહ દેખાતા હતા. પરંતુ હવે આ નોટો ચણલમાંથી લગભગ ગુમ થઈ ચૂકી છે. તેથી જો તમારી પાસે આ નોટ છે તો તમારી કિસ્મત ચમકી શકે છે. રિપોર્ટ પ્રમાણે 1 નોટના બદલે 20-25 હજાર રૂપિયા સુધી મળી શકે છે. સારી વાત એ છે કે તમે આ નોટને ઘરે બેસીને ઓનલાઇન વેચી શકો છો.

અહીં વેચી શકો છો આ નોટ:

મીડિયા રિપોર્ટ મુજબ આ નોટને ઈન્ડિયામાર્ટ(Indiamart), શોપક્લુજ(ShopClues) અને મરૂધર આર્ટ્સ(Marudhar Arts) જેવા પ્લેટફોર્મ્સ પર ઘરે બેઠા વેચી સારી કિંમત મળવાની સંભાવના છે. માહિતી મુજબ 10 રૂપિયાની આ જૂની નોટ 1943માં બ્રિટીશ(British) રાજ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ નોટ ઉપર ભારતીય સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. નોટમાં એક તરફ અશોક સ્થંભ તો બીજી તરફ એક હોડી છે. જ્યારે પાછળની સાઇડમાં નોટ ઉપર બંને બાજુમાં અંગ્રેજીમાં 10 રૂપિયા લખેલું છે.

આ વીડિયો પણ જુઓ: ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન