સેલ્ટા વિગોને ૫-૦થી કચડી બાર્સેલોના ટોચનાં સ્થાને - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • સેલ્ટા વિગોને ૫-૦થી કચડી બાર્સેલોના ટોચનાં સ્થાને

સેલ્ટા વિગોને ૫-૦થી કચડી બાર્સેલોના ટોચનાં સ્થાને

 | 6:43 am IST

બાર્સેલોના, તા. ૫

કેમ્પ નાઉમાં રમાયેલા મુકાબલામાં બાર્સેલોનાએ સેલ્ટા વિગોને ૫-૦થી હરાવી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બાર્સેલોના તરફથી મેસ્સીએ બે તથા નેયમાર, રેકિટિચ અને સેમ્યુઅલ ઉમ્ટીટીએ એક એક ગોલ ફટકાર્યા હતાં. મેચની ૨૪મી મિનિટે બાર્સેલોનાનાં સ્ટાર ખેલાડી મેસ્સીએ બુસ્કેટનાં પાસને ગોલમાં ફેરવી ટીમને ૧-૦થી આગળ કર્યું હતું. ૪૦મી મિનિટે નેમારે મેસ્સીનાં પાસને ગોલમાં ફેરવી ટીમની લીડ ૨-૦ કરી દીધી હતી. આમ પ્રથમ હાફનાં અંતે બાર્સેલોના ૨-૦થી આગળ હતું. ૫૭મી મિનિટે ઇવાન રેકેટિચે રેફિન્હાનાં પાસને ગોલમાં ફેરવી ટીમને ૩-૦થી લીડ અપાવી હતા. ત્યારબાદ ફક્ત ચાર મિનિટ બાદ મેસ્સીનાં પાસને ગોલમાં ફેરવી ઉમ્ટીટીએ લા લીગામાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. આટલું ઓછંુ હોય તેમ ત્રણ મિનિટ બાદ મેસ્સીએ મેચનો પાંચમો અને પોતાનો બીજો ગોલ ફટકારતા બાર્સેલોનાને ૫-૦થી લીડ મળી હતી. આ મેસ્સીનો લીગમાં ૨૩મો ગોલ હતો. મેચમાં અન્ય કોઇ ગોલ ન થતા બાર્સેલોનાએ મેચ ૫-૦થી જીતી હતી. આ સાથે જ બાર્સેલોનાએ લા લીગામાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

રિઅલ મેડ્રિડનો ઇબાર સામે ૪-૧થી વિજય

કરીમ બેન્ઝિમાનાં બે અને જેમ્સ રોડ્રિગ્ઝનાં તથા માર્કો એસેન્સીઓનાં એક એક ગોલની મદદથી રિઅલ મેડ્રિડે ઇબારને ૪-૧થી પરાજય આપ્યો હતો. ઇબાર તરફથી એક માત્ર ગોલ રૂબેન પેનાએ કર્યો હતો. મેચની પ્રથમ ૨૯ મિનિટમાં જ મેડ્રિડે બેન્ઝિમાનાં બે અને રોડ્રિગ્ઝનાં એક ગોલની મદદથી ૩-૦ની લીડ મેળવી હતી. આ લા લીગામાં રોડ્રિગ્ઝનો છેલ્લા સાડા પાંચ મહિનામાં પ્રથમ ગોલ હતો. બીજા હાફની ૬૦મી મિનિટે માર્કો એસેન્સીઓએ ગોલ ફટકારી લીડ ૪-૦થી કરી દીધી હતી. છેલ્લે ૭૨મી મિનિટે રૂબેન પેનાએ ઇબાર તરફથી મેચનો એક માત્ર ગોલ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કેે આ મેચમાં મેડ્રિડનાં સ્ટાર ખેલાડીઓ રોનાલ્ડો ઇજા અને ગેરેથ બેલ તથા અલ્વારો મોરાતા સસ્પેનશનને કારણે રમ્યાં નહોતા.

પ્રીમિયર લીગ : માન્ચેસ્ટર યુનાઇટેડ અને બર્નમાઉથની મેચ ડ્રો

ઓલ્ડટ્રેફર્ડમાં રમાયેલી માન્ચેસ્ટર યુનાઇટેડ અને બર્નમાઉથ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો થતા માન્ચેસ્ટર યુનાઇટેડે ટોપ પાંચમાં સ્થાન મેળવવાનો મોકો ગુમાવી દીધો હતો. પ્રથમ હાફમાં માર્કોસ રાહોનાં ગોલની મદદથી યુનાઇટેડે ૧-૦ની લીડ મેળવી લીધી હતી પરંતુ ૪૦મી મિનિટે બર્નમાઉથને પેનલ્ટી આપવામાં આવી હતી જેને ગોલમાં ફેરવીને જોશુઆ કિંગે સ્કોર બરાબર કર્યો હતો. મેચની ૪૫મી મિનિટે બર્નમાઉથનાં મિડફિલ્ડર એન્ડ્ર્યુ સુર્મનને રેડ કાર્ડ મળતા બર્નમાઉથની ટીમે ૧૦ ખેલાડીથી રમવું પડયું હતું. બીજા હાફની ૭૨મી મિનિટે યુનાઇટેડને પેનલ્ટી મળી હતી પરંતુ ઇબ્રાહીમોવિચ તેને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચમાં અન્ય કોઇ ગોલ ન થતા મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ક્રિસ્ટિયન ફૂચ, રિયાદ માહરેઝ અને ટોમ હડલસ્ટનનાં આત્મઘાતી ગોલની મદદથી લેસ્ટર સિટીએ હલ સિટીને ૩-૧થી પરાજય આપ્યો હતો. આ સાથે જ લેસ્ટર ૧૫માં સ્થાને યથાવત્ રહ્યું છે.