રજનીકાંતના ચાહકો માટે ખુશખબર, જાણો નહિં તો પસ્તાશો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • રજનીકાંતના ચાહકો માટે ખુશખબર, જાણો નહિં તો પસ્તાશો

રજનીકાંતના ચાહકો માટે ખુશખબર, જાણો નહિં તો પસ્તાશો

 | 7:10 pm IST

ફિલ્મોના સુપરસ્ટાર મનાતા અભિનેતા થલૈવા રજનીકાંત પોતાની આગામી ફિલ્મના અનોખા નામને પગલે ચર્ચામાં આવી ગયા છે. ફિલ્મનું નામ 12-12-1950 રાખવામાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે ફિલ્મનું ટીઝર સોશિયલ વેબસાઇટસ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

જો કે આ મોશન પોસ્ટરમાં ફિલ્મના શીર્ષક સાથે રજનીકાંતનું કેરી કેચર મુકાયું છે. આ ફિલ્મથી રજનીકાંતનું સ્ટારડમ એક લેવલ ઉપર ઉંચકાશે એવો વિશ્વાસ દિગ્દર્શક કબાલી સેલ્વાએ જણાવ્યું હતું. આ એક એકશન કોમેડી ફિલ્મ હશે જેમાં થલૈવાના પાંચ પ્રશંસકો અને તેની ફિલ્મી કારકિર્દી દરમિયાનની વાત સિલ્વર સ્ક્રીન પર જણાવાશે.

આ સાથે કબાલી સેલ્વાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ટાઇટલ ફિલ્મની સ્ટોરી સાથે એકદમ બંધ બેસી રહ્યું છે અને તેથી જ ફિલ્મનું શીર્ષક એક તારીખનું રાખવામાં આવ્યું છે. ટૂંકમાં કહું તો રજનીકાંત સર આ તારીખથી જ લોકપ્રિય બન્યા હતા. આ ફિલ્મથી હું લોકોને દર્શાવવા માંગું છું કે એક રજનીકાંત ફેન કેવો હોય છે અને રજનીકાંતના સ્ટારડમમાં તે કઇ રીતે મહત્વનો ફાળો આપતો હોય છે.