NIFTY 10,165.10 +79.70  |  SENSEX 32,473.03 +200.42  |  USD 64.0600 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભણવા માટે વિદેશ જવું છે તો પહોંચી જાઓ રવિવારે સવારે સંદેશ આયોજિત સેમિનારમાં

ભણવા માટે વિદેશ જવું છે તો પહોંચી જાઓ રવિવારે સવારે સંદેશ આયોજિત સેમિનારમાં

 | 12:07 am IST

અભ્યાસ માટે વિદેશ જવું છે, પણ કયા દેશમાં જવું ? કઈ યુનિર્વિસટીમાં જવું જોઈએ ? અમેરિકા, કેનેડા, યુ.કે. કે બીજા કોઈ પણ દેશમાં જવું હોય તો કઈ લાઈનમાં એડમિશન લેવું જોઈએ જેનાથી હું ત્યાં મારું ભવિષ્ય તે દેશમાં બનાવી શકું ? આવા બધા જ સવાલોના જવાબ જાણવા માટે આવો ‘સંદેશ’ અને આર. કે. ઈન્ટરનેશનલ દ્વારા આયોજિત ‘ફ્લાય ફોર સ્ટડી’ ફ્રી સેમિનારમાં. જ્યાં આપને બતાવવામાં આવશે કે કયા દેશમાં કયા કોર્સ માટે જવું જોઈએ અને આ બધી વિધિ પાછળ કેટલો ખર્ચો થાય છે.

ઘણા લોકો છે જેમને અભ્યાસ માટે વિદેશ તો જવું છે, પણ કેવી રીતે જવું તેનું પ્રોપર નોલેજ નથી અને પછી ખોટા રસ્તાનો ઉપયોગ કરી કરીને નુકસાન કરતાં હોય છે. લોકો ખોટા રસ્તાનો ઉપયોગ ના કરે એ જ હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કયા દેશમાં ભણવા સાથે કેટલા કલાક જોબ કરવાની પરવાનગી મળે છે ? કયા દેશમાં જવા માટે કેટલો ખર્ચ થાય છે ? અભ્યાસ માટે વિદેશ જવા કેવી રીતે ફાઈલ મૂકવી અને પ્રોસેસ શું છે ? આ બધી વાત પર ધ્યાન દોરવામાં આવશે. આ સેમિનારનું આયોજન અમદાવાદમાં તા. 23-04-2017 રવિવારના રોજ સવારે 10 વાગ્યે જે. બી. ઓડિટોરિયમ, એએમએ, અટીરા કેમ્પસ, આઈઆઈએમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જ્યાં આર. કે.ઈન્ટરનેશનલના ડાયરેક્ટર જયભાઈ સોલંકી દ્વારા સેમિનારમાં પોતાના એક્સ્પીરિયન્સ શેર કરશે અને વિદેશ જવા માટેની જરૃરી એવી માહિતી અને જ્ઞાન પૂરું પાડશે.

તમારી સીટ આજે જ બુક કરાવી લો. કારણકે પ્રવેશ પહેલા તે વહેલાના ધોરણે આપવામાં આવશે. પોતાનું નામ આ સેમિનારમાં રજિસ્ટર કરવા માટે અત્યારે જ 8010765573 નંબર પર મિસ કોલ કરો અને સેમિનારમાં ભાગ લઈને વિદેશ ભણવા જવાનું સપનું સાકાર કરો.