Gilgit-Baltistan is Part of India Says Senge H Sering
  • Home
  • Featured
  • UNમાં ગિલગિટ-બાલ્ટિસ્તાને પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું, કહ્યું – અમે ભારતનો અભિન્ન ભાગ

UNમાં ગિલગિટ-બાલ્ટિસ્તાને પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું, કહ્યું – અમે ભારતનો અભિન્ન ભાગ

 | 6:34 pm IST

પાકિસ્તાન વિશ્વનાં દરેક સ્ટેજ પર જઇને કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે અને ભારતની સામે દુષ્પ્રચાર કરવામાં લાગ્યું છે કે ભારત માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે, પરંતુ હવે પાકિસ્તાનની ખુદની પોલ જ એવી થઇ ગઇ છે કે તેના દ્વારા ગેર કાયદેસર રીતે કબ્જો મેળવાયેલા ભાગનાં નિવાસીઓ અત્યાચારોની વિરુદ્ધ ના ફક્ત આવાજ ઊંચો કરી રહ્યા છે, પરંતુ વિશ્વ સમુદાયની આંખો ખોલવામાં પણ કામ કરી રહ્યા છે. આ બધુ જિનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યૂએનએચઆરસી)નાં 42માં સત્રમાં જોવા મળ્યું.

આ સત્રમાં સતત બીજા દિવસે કાશ્મીરનો મુદ્દો છવાયેલો રહ્યો. આ વખતે ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં એક્ટિવિસ્ટ સેંગે એચ સેરિંગે આ મુદ્દાને ઉઠાવ્યો. તેમણે સત્રમાં પોતાના ભાષણમાં કહ્યું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો અભિન્ન ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રનાં લોકોએ એ સમજવાની જરૂર છે કે પાકિસ્તાન છેલ્લા 70 વર્ષથી મોટું અવરોધ બનેલું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે સંબંધ રાખનારા કર્નલ વજાહત હસન (સેવાનિવૃત્ત)એ સત્રમાં કહ્યું કે, “પાકિસ્તાન કહે છે કે આખુ જમ્મુ-કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે અને ત્યાં લોકોને ખુદ નિર્ણય લેવાની આઝાદી હોવી જોઇએ. હું એ જરૂર કહીશ કે પાકિસ્તાન એ દાવો કઇ રીતે કરી શકે છે કે આ વિવાદિત ક્ષેત્ર છે?”

હસને કહ્યું કે, “પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને લાંબા સમયથી કાશ્મીરનાં અખાડામાં રાખ્યું છે, જેના કારણે લોકો ગિલગિટ-બાલ્ટીસ્તાનનાં મહત્વને નથી જાણતા અને ના જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથેની તેની લિંકને.” બીજી તરફ સેંગે સેરિંગે મીડિયા સાથેની વાતચીતમાં આર્ટિકલ 370ને લઇને કહ્યું કે, “આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરમાં કેટલાક લોકો માટે હથિયાર બનેલું છે, જેણે તેમને બીજી જાતિ અને ધર્મ પર વીટોનો અધિકાર લઇ આપી રાખ્યો હતો. જે લોકો આનાથી લાભ મેળવી રહ્યા હતા, તેઓ પાકિસ્તાનની મિલિટરીનાં સમર્થક બની ગયા હતા અને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની રણનીતિનાં હિતોનો પ્રચાર કરી રહ્યા હતા.”

ઉલ્લેખનીય છે કે કાશ્મીરનો મુદ્દો યૂએનએચઆરસીનાં સત્રની શરૂઆતથી જ છવાયેલો છે. 10 સપ્ટેમ્બરનાં પાકિસ્તાને કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાને લઇને ભારત પર માનવ અધિકારનાં હનનનો આરોપ લગાવ્યો હતો. તો ભારતીય પ્રતિનિધિઓએ પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી હતી અને યૂએનએચઆરસીને જણાવ્યું કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતીય રાજદ્વારીઓએ એ પણ જણાવ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે અને ત્યાંનાં મંત્રીઓ પણ યુવાઓને ઉકસાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન