NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટના ઈરાદે વધુ એક વૃદ્ધાની થઈ હત્યા

અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટના ઈરાદે વધુ એક વૃદ્ધાની થઈ હત્યા

 | 9:28 pm IST

આજે અમદાવાદમાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસના સુરક્ષાના દાવા ફરી એક વાર પોકળ સાબિત થયા છે અને શહેરના કેશવબાગ ત્રણ રસ્તા પાસે આવેલા વિદ્યાનગર ફલેટમાં રહેતા 60 વર્ષીય મહિલાની સમી સાંજે એકલતાનો લાભ લઈ જાણભેદુ શખસ હત્યા તેમજ લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. આ કેસમાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની માહિતી મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે જોગ પરિવાર સાથે સંકળાયેલા સભ્યો, ઘરઘાટી તેમજ પરિચિતોની માહિતી મેળવી પૂછપરછ શરુ કરી દીધી છે.

સેટેલાઈટ કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે આવેલા વિદ્યાનગર ફલેટમાં મકાન નંબર 13/152  ગ્રાઉન્ડ ફલોર ખાતે નારણભાઈ જોગ અને તેમના પત્ની મીનાબેન છેલ્લા કેટલાક વર્ષોથી એકલા રહે છે. પીઆરએલમાંથી નિવૃત્ત થયેલા નારણભાઈ જોગ આજે બપોરે ચાર-સાડા ચાર વાગ્યાના સુમારે શાકભાજી ખરીદી માટે નીકળ્યા હતા. આ સમયે મીનાબેન ઘરમાં એકલા હતા.

સાંજે છએક વાગ્યાના સુમારે નારણભાઈ તેમના ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો. નારણભાઈ ઘરમાં પ્રવેશ્યા ત્યારે સ્ટોર રુમમાં તેમના પત્ની મીનાબેનની માથાના ભાગે લોહી નીકળેલી હાલતમાં લાશ જોતા તે ચોંકી ગયા હતા. નારણભાઈએ તેમના ઘરની સામે આવેલી દુકાનના માલિક પાસે દોડી જઈ ઘટનાની જાણ કરી હતી. રોબરી વીથ મર્ડરની જાણ પોલીસને થતા વસ્ત્રાપુર પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મીનાબેન ઘરમાં એકલા હતા તે સમયે કોઈ જાણભેદુ શખસે તેમના ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ જાણભેદુ શખસે મીનાબેનને માથામાં પાછળના ભાગે ઈજા કરી હતી. હત્યા કર્યા બાદ મીનાબેને પહેરેલી સોનાની બંગડીઓ અને મંગળસૂત્રની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ હત્યારાએ તિજોરીને ચાવી વડે ખોલી તેમાં રહેલી રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.