Senior Indian-Origin doctor in UK forced to quit
  • Home
  • Nri
  • છદ્મનામથી ઑનલાઇન પોસ્ટ કરવી આ ભારતીય મૂળના ડૉકટરને ભારે પડ્યું, કારણ કે…

છદ્મનામથી ઑનલાઇન પોસ્ટ કરવી આ ભારતીય મૂળના ડૉકટરને ભારે પડ્યું, કારણ કે…

 | 2:26 pm IST

બ્રિટને સરકારી સહાયતા પ્રાપ્ત નેશનલ હેલ્થ સર્વિસ(NHS)ના સૌથી વરિષ્ઠ ડૉકટરોમાંથી એક અરવિંદ મદાને દેશભરમાં નાના સ્તર પર થનાર સામાન્ય સર્જરી બંધ થવા પર તેમણે એક વિવાદાસ્પદ ઑનલાઇન ટિપ્પણી કરતાં રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું. ભારતીય મૂળના ડૉકટરને છદ્મનામથી કરાયેલ એક ઑનલાઇન ટિપ્પણી પર વિવાદ ઉભો થયા બાદ એનએચએસ ઇંગ્લેન્ડની પ્રાથમિક દેખભાળ નિર્દેશકના પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

મદાનની ઑનલાઇન પોસ્ટરને લઇ સાથી ડૉકટર્સે વિરોધ વ્યક્ત કર્યો હતો. મેડિકલ જર્નલ ‘પલ્સ ટુડે’ની વેબસાઇટ પર ‘ડેવિલ્સ એડવોકેટ’ના છદ્મ નામથી કેટલાંય વર્ષોથી લખાઇ રહેલ મદાન મોટાભાગે એનએચએસ ઇંગ્લેન્ડની નીતિઓના પક્ષમાં બોલતા રહ્યાં છે. મેગેઝીનના વાચકોને એ સમયે તેની અસલી ઓળખની ખબર પડી જ્યારે તેમણે ‘ડેવિલ્સ એડવોકેટ’ છદ્મનામથી લખેલ પોતાના લેખ પર પોતાના અસલી નામથી સ્પષ્ટીકરણ આપી દીધું. તેમણે રવિવારના રોજ સ્વીકાર્યું કે છદ્મનામથી ‘પલ્સ ટુડે’ વેબસાઇટ પર ભડકાઉ ટિપ્પણી કરતાં હતા. તેમણે પોતાના રાજીનામામાં સહકર્મીઓનો વિશ્વાસ તોડવા માટે તેમની માફી માંગી.