ચોરોએ 50 ફૂટ લાંબી ટનલ બનાવી કરી બેન્ક લૂંટ - Sandesh
  • Home
  • India
  • ચોરોએ 50 ફૂટ લાંબી ટનલ બનાવી કરી બેન્ક લૂંટ

ચોરોએ 50 ફૂટ લાંબી ટનલ બનાવી કરી બેન્ક લૂંટ

 | 6:46 pm IST

નવી મુંબઈમાં ચોરોએ બંધ બેંકમાં જવા માટે 50 ફૂટ લાંબી ટનલ બનાવી હતી. રજાના  દિવસે એટલે કે રવિવારે ચોરો ટનલમાંથી બેન્કમાં ઘૂસ્યા હતાં અને કિંમત ચીજવસ્તુઓ અને રોકડ રકમ લઈ નાસી ગયા હતાં.

નવી મુંબઈના જુઈનગરમાં બેન્ક ઓફ બરોડામાં ઘૂસવા માટે ચોરોએ 50 ફૂટ લાંબી ટનલ ખોદી કાઢી હતી. આ રીતે બેન્કમાં ઘૂસણખોરી કરી ચોર 27 લોકરમાં મુકાયેલા ઘરેણા તથા રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતાં. સોમવારે સવારે બેન્ક ખુલતા ચોરીની જાણ થઈ હતી. ચોરીમાં તફડાવવામાં આવેલા ઘરેણાની કિંમત હજુ સુધી નિર્ધારિત થઈ નથી.

સવારે બેન્કના અનેક લોકર અને ટ્રેઝરી રૂમમાં તોડફોડ થઈ  હોવાનું  કર્મચારીઓના ધ્યાન પર આવ્યું હતું. ચોરોએ બેન્ક નજીકની કરિયાણાની દુકાન પાસેથી ટનલનું ખોદકામ શરૂ કર્યું હતું. આ દુકાન તાજેતરમાં જ ભાડે રખાઈ હતી. આટલું જ નહીં આ ટનલ પાંચ દુકાનો પાસેથી પસાર થતી હતી.