વડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો

વડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો

 | 6:24 pm IST

શહેરના બરાનપુરાની ભારતી સ્કુલ બંધ કરાવવા માટે માં ધો.9ના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવાના ચકચારી બનાવમાં સગીર આરોપીએ સ્કુલ બંધ કરાવી દેવા આ કૃત્ય આચર્યું હતું. સગીર આરોપીનો ઈરાદો જે વિદ્યાર્થી હાથમાં આવે તેની હત્યા કરવાનો હતો.

રાજ્યભરમાં ચકચાર જગાવનારા ભારતી સ્કુલમાં ધો.10માં ભણતા સગીર આરોપીને શિક્ષકે લેશન આપ્યું હતું, પરંતુ તા.20મીએે તેણે અન્ય વિદ્યાર્થીનું લેશન બતાવી દીધું હતું. જેથી શિક્ષકે વિદ્યાર્થીઓની હાજરીમાં જ તેને ઠપકો આપતાં સગીર આરોપી રાતોચોળ થઈ ગયો હતો. તેણે શિક્ષક સાથે ઝઘડો કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ક્લાસરૃમમાંથી નીકળી આચાર્યને મળવા ગયો હતો, પરંતુ કેટલાક વાલીઓ બેઠા હોવાથી મળી શક્યો ન હતો. જેથી તેણે 100 નંબર પર ફોન કરી શિક્ષક વિરુદ્વ ફરિયાદ કરી હતી. પોલીસ સ્કુલમાં પહોંચે તે પહેલા જ તે ઘરે જઈને દાદી તેમજ ભાઈને લઈ સ્કુલમાં આવ્યો હતો. દરમિયાન વાડી પોલીસ પણ સ્કુલમાં પહોંચી ગઈ હતી.

પોલીસની હાજરીમાં સમાધાન થઈ ગયું હતું. અહીંથી સગીર આરોપીએ સ્કુલને બંધ કરાવી નાંખીશ, તેવી મનમાં ગાંઠ વાળી લીધી હતી. એક દિવસ વિચાર્યા બાદ તેણે સ્કુલમાં જ કોઈ વિદ્યાર્થીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તા. ૨૨મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સગીર આરોપી સ્કુલમાં પહોંચ્યો હતો. તેને સ્કુલની બહાર જ ધો.૯નો વિદ્યાર્થી દેવ તડવી (ઉં.વ. ૧૪) મળ્યો હતો. ત્યારબાદ સગીર આરોપી દેવના ખભા પર હાથ મૂકી પોતાની સાથે લઈ ગયો હતો. તેણે સૌપ્રથમ દેવને ટોયલેટમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ગયો ન હતો. જેથી સગીરે તેને દિવાલ તરફ દબાવી રાખ્યો હતો. તે પછી તેણે યુનિફોર્મનો શર્ટ કાઢીને બેગમાં મુકી બીજો શર્ટ પહેરી લીધો હતો. થોડીવાર પછી થેલામાંથી છરો કાઢી દેવ કંઈ સમજે તે પહેલા જ તેની પર તૂટી પડયો હતો. પેટ અને છાતીના ભાગે મારેલા ઘાને લઈ દેવ ફર્સ પર ઢળી પડયો હતો. ત્યારબાદ પણ તેને ઘા મારવાનું ચાલુ રાખ્યુ હતું. તેણે ૬૦ સેકન્ડમાં ૩૦ થી ૩૨ ઘા માર્યા હતા. દેવને લોહીલુહાણ કરી સગીર આરોપી બેગ લઈને સ્કુલની ટેરેસ પર જતો રહ્યો હતો. બેગ તેણે મંદિર ફેંકી જમ્પ મારીને નાસી છુટયો હતો.