PICS: પાક.ના પૂર્વ પીએમ બેનઝીરની `જવાની’ હતી `દિવાની’ - Sandesh
  • Home
  • World
  • PICS: પાક.ના પૂર્વ પીએમ બેનઝીરની `જવાની’ હતી `દિવાની’

PICS: પાક.ના પૂર્વ પીએમ બેનઝીરની `જવાની’ હતી `દિવાની’

 | 5:38 pm IST

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો જેટલા લોકપ્રિય હતા, તેટલા જ વિવાદાસ્પદ પણ હતાં. તેઓ 19 ઓક્ટોબરથી 1993એ બીજીવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતાં. ભુટ્રો પરિવારના રાજકીય વારસાને આગળ ધપાવનાર સ્વ. બેનઝીર હાર્વર્ડ અને ઓક્સફર્ડમાં ભણેલા હતાં. તેઓ પાકિસ્તાનના બુદ્ધિશાળી અને આધુનિક રાજકારણીઓ પૈકી એક હતાં.

 benazir-1-wb

લંડનના લેખક રોશન મિરઝાએ લખેલા પુસ્તક ‘Indecent Correspondence: Secret Sex Life of Benazir Bhuttoમાં પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાન વિશે ઘણું બધું લખ્યું છે. પુસ્તકમાં દાવો કરાયો છે કે બેનઝિર રંગીન મિજાજના હતાં અને મોરક્કન ગોગો બોય સાથે તેમને શારીરિક સંબંધ હતાં. આટલું જ નહીં બેનઝિર અને અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત શેરી રહેમાન દ્વારા સેક્સ પાર્ટીઝનું આયોજન કરાતું હોવાનો પણ ઘટસ્ફોટ પુસ્તકમાં કરાયો છે.

રોશન મિરઝાએ વધુમાં લખ્યું હતું કે બેનઝિરને શેરી રહેમાન ઉપરાંત ઉમર નામના એક મોરક્કન છોકરા સાથે પણ સંબંધ હતાં. ઉમર અને સારા નામની પાકિસ્તાની યુવતી સાથે વાતચીત પરથી રોશને આ પ્રમાણેનો દાવો કર્યો છે. વાતચીતમાં ઉમરે જ બેનઝીર સાથે શારીરિક સંબંધની વાત કરી હતી.

પાકિસ્તાની મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રોશન મિરઝાએ દાવો કર્યો હતો કે લંડનમાં 1995થી 2004 સુધી બેનઝીર રોકવુડ વિલામાં સેક્સ પાર્ટીનું આયોજન કરતાં હતાં. ભુટ્ટો પરિવારે આ વિશાળ મકાન 40 લાખ પાઉન્ડમાં વેચી નાખ્યું હતું.

આટલું જ નહીં બેનઝીર ભુટ્ટો દુબઈ અને બ્રિટનમાં બિન્દાસ્ત સેક્સ પાર્ટીમાં ભાગ લેતા હતાં. બેનઝીરને શેરી રહેમાન સાથે પણ સંબંધ હતાં. શેરી બેનઝીર તથા અન્ય હાઈ-કલાસ મહિલાઓ માટે વિશેષ પ્રાઈવેટ સેક્સ પાર્ટીઓનું આયોજન કરતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન